Mumbai Indians vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024, મુંબઈ વિ. હૈદરાબાદ સ્કોર : સૂર્યકુમાર યાદવની અણનમ સદી (102)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઈઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
મુંબઈ ઈન્ડિયન્સ : ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, નુવાન તુષારા.





