DC vs GT, IPL 2024: Mohit Sharma : ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માના નામે એક અણગમતો રેકોર્ડ બન્યો છે. મોહિત શર્મા આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે મોહિતે 4 ઓવરમાં 73 રન આપી દીધા હતા. તે એકપણ વિકેટ ઝડપી શક્યો હતો. આ આઈપીએલના ઇતિહાસમાં 4 ઓવરમાં સૌથી વધારે રન છે.
મોહિત શર્માની છેલ્લી ઓવર ઘણી ખરાબ રહી હતી. મોહિતે આ ઓવરમાં 31 રન આપ્યા હતા. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 73 રન આપ્યા હતા. તેની ઇકોનોમી રેટ 18.25નો રહ્યો હતો. આ સાથે જ તે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો બોલર બની ગયો છે.
IPL ઇતિહાસમાં સૌથી ખર્ચાળ બોલર
| બોલર | ઓવર | રન | વિકેટ | ઇકોનોમી | ટીમ | હરીફ | સ્થળ | મેચ તારીખ |
| મોહિત શર્મા | 4 | 73 | – | 18.25 | ગુજરાત ટાઇટન્સ | દિલ્હી | દિલ્હી | 24 એપ્રિલ 2024 |
| બેસિલ થમ્પી | 4 | 70 | – | 17.50 | સનરાઇઝર્સ હૈદરાબાદ | આરસીબી | બેંગલોર | 17 મે 2018 |
| યશ દયાલ | 4 | 69 | – | 17.25 | ગુજરાત ટાઇટન્સ | કેકેઆર | અમદાવાદ | 9 એપ્રિલ 2023 |
| RJW ટોપલી | 4 | 68 | 1 | 17.00 | આરસીબી | હૈદરાબાદ | બેંગલોર | 15 એપ્રિલ 2024 |
| ઇશાંત શર્મા | 4 | 66 | – | 16.50 | હૈદરાબાદ | સીએસકે | હૈદરાબાદ | 8 મે 2013 |
| મુજીબ ઉર રહેમાન | 4 | 66 | – | 16.50 | કિંગ્સ ઇલેવન | સનરાઇઝર્સ હૈદરાબાદ | હૈદરાબાદ | 29 એપ્રિલ 2019 |
| અર્શદીપ સિંહ | 3.5 | 66 | 1 | 17.21 | પંજાબ કિંગ્સ | મુંબઈ ઈન્ડિયન્સ | મોહાલી | 3 મે 2023 |
| કે.ટી.માફકા | 4 | 66 | – | 16.50 | મુંબઈ ઇન્ડિયન્સ | સનરાઇઝર્સ હૈદરાબાદ | હૈદરાબાદ | 27 માર્ચ 2024 |
| ઉમેશ યાદવ | 4 | 65 | – | 16.25 | દિલ્હી ડેરડેવિલ્સ | આરસીબી | દિલ્હી | 10 મે 2013 |
| સંદીપ શર્મા | 4 | 65 | 1 | 16.25 | કિંગ્સ ઇલેવન | સનરાઇઝર્સ હૈદરાબાદ | હૈદરાબાદ | 14 મે 2014 |
| એ નોર્ટજે | 4 | 65 | 2 | 16.25 | દિલ્હી કેપિટલ્સ | મુંબઈ ઇન્ડિયન્સ | મુંબઈ | 07 એપ્રિલ 2024 |
| એસ કૌલ | 4 | 64 | 2 | 16.00 | સનરાઇઝર્સ હૈદરાબાદ | મુંબઈ ઇન્ડિયન્સ | શારજાહ | 04 ઓક્ટોબર 2020 |
| હેઝલવુડ | 4 | 64 | – | 16.00 | આરસીબી | પંજાબ કિંગ્સ | મુંબઈ | 13 મે 2022 |
આ પણ વાંચો – આઈપીએલ 2024 : 8 મેચમાંથી 7 હાર, હવે RCB કેવી રીતે કરી પહોંચી શકે પ્લેઓફમાં?
ગુજરાતે છેલ્લી 5 ઓવરમાં 97 રન આપી દીધા હતા. આઇપીએલના ઇતિહાસનો આ બીજો સૌથી મોંઘો સ્પેલ હતો. આ પહેલા 2016માં આરસીબીના બેટ્સમેનોએ બેંગલુરુના મેદાન પર ગુજરાત લાયન્સ સામે 112 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી ઋષભ પંત અને સ્ટબ્સે અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. પંતે 43 બોલમાં અણનમ 88 રન ફટકાર્યા હતા અને સ્ટબ્સે 7 બોલમાં 26 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 66 રન બનાવ્યા હતા.





