IPL 2024 Match 2, Punjab kings vs Delhi capitals Playing XI, પંજાબ વિ દિલ્હી: IPL 2024ની શરુઆત શુક્રવારથી થઈ ગઈ છે. પહેલી મેચમાં ચેન્નાઇ અને બેંગ્લોર ટકરાયા હતા જેમાંથી ચેન્નાઈની જીત થઈ હતી. ત્યારે આજે 23 માર્ચ 2024, શનિવારે પહેલી મેચ અને IPLની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ બંનેની સિઝનની પ્રથમ મેચ છે. આ ટીમો એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. પંજાબ કિંગ્સે આ સિઝન માટે પોતાનું હોમ ગ્રાઉન્ડ બદલ્યું છે.
પંજાબ વિ દિલ્હી : પંજાબનું હોમ ગ્રાઉન્ડ બદલાઈ ગયું
અત્યાર સુધી આ ટીમની હોમ મેચ પંજાબ ક્રિકેટ એસોસિએશનમાં રમાય છે, આ સિઝનથી તમામ મેચ મહારાજ યાદવીન્દ્ર ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર શનિવારે પ્રથમ IPL મેચ રમાશે. અત્યાર સુધી આ મેદાન પર માત્ર ડોમેસ્ટિક ક્રિકેટ મેચ જ રમાતી હતી.
પંજાબ વિ દિલ્હી : ઋષભ પંતની વાપસી
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કાર અકસ્માતને કારણે 15 મહિનાથી ક્રિકેટથી દૂર છે. પંતે સખત મહેનત લડાઈની ભાવના અને હિંમતથી સ્વસ્થ થવા માટે 15 મહિનાનો સમય આપ્યો છે. તેની વાપસીથી દિલ્હીની ટીમમાં નવો ઉત્સાહ જાગ્યો છે. તે પહેલી મેચથી જ વિકેટકીપિંગ કરશે કે નહીં તે હજુ નક્કી નથી.જો નહીં તો વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ કે દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સ આ જવાબદારી સંભાળી શકે છે. દિલ્હી પાસે સારા ફાસ્ટ બોલર અને આક્રમક બેટ્સમેન છે.

આ પણ વાંચોઃ- ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા
પંજાબ કિંગ્સમાં નવા નામ સામેલ
પંજાબ કિંગ્સની ટીમ છેલ્લી સિઝનમાં આઠમા ક્રમે રહી હતી. ટીમે આ સિઝન માટે કેટલાક નવા નામ ઉમેર્યા છે. વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. તે જ સમયે ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટોનું ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ બની શકે છે. ટીમ સેમ કુરન પાસેથી બંને મોરચે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
પંજાબ કિંગ્સની સંભવિત ટીમ
શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સની સંભવિત ટીમ
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ (વિકેટકીપર), અક્ષર પટેલ, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.





