RR vs SRH IPL 2024 Qualifier 2 Highlights : આઈપીએલ 2024, સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, રાજસ્થાનના અભિયાનનો અંત

IPL 2024 Qualifier 2 Highlights : સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને વિજય મેળવ્યો. હવે 26 મે ના રોજ ફાઈનલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર

Written by Ashish Goyal
Updated : May 24, 2024 23:50 IST
RR vs SRH IPL 2024 Qualifier 2 Highlights : આઈપીએલ 2024, સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, રાજસ્થાનના અભિયાનનો અંત
RR vs SRH Qualifier 2 Highlights : આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો રાજસ્થાન રોયલ્સ સામે વિજય

RR vs SRH Cricket Score Updates: આઈપીએલ 2024, રાજસ્થાન વિ. હૈદરાબાદ ક્વોલિફાયર 2 સ્કોર : આઈપીએલ 2024ના ક્વોલિફાયર-2 મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 7 વિકેટે 139 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે હૈદરાબાદે ફાઈનલમાં પવેશ કર્યો છે. હવે તે 26 મે ના રોજ ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. પરાજય સાથે રાજસ્થાનના અભિયાનનો અંત આવ્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

Read More

Indian Premier League, 2024MA Chidambaram Stadium, Chennai

Match Ended

Sunrisers Hyderabad 175/9 (20.0)

vs

Rajasthan Royals 139/7 (20.0)

Match Ended ( Qualifier 2 )

Sunrisers Hyderabad beat Rajasthan Royals by 36 runs

Live Updates

26 મે ના રોજ આઈપીએલ ફાઈનલ

જીત બાદ હૈદરાબાદની ઉજવણી

26 મે ના રોજ હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ફાઈનલ

હૈદરાબાદ હવે 26 મે ના રોજ ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. પરાજય સાથે રાજસ્થાનના અભિયાનનો અંત આવ્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં

આઈપીએલ 2024ના ક્વોલિફાયર-2 મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 7 વિકેટે 139 રન બનાવી શક્યું હતું.

શાહબાઝ અહમદે સૌથી વધારે 3 વિકેટ ઝડપી

હૈદરાબાદ તરફથી શાહબાઝ અહમદે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. અભિષેક શર્માને 2 વિકેટ. જ્યારે ટી નટરાજન અને પેટ કમિન્સનને 1-1 વિકેટ મળી.

ધ્રુવ જુરેલના અણનમ 56 રન

ધ્રુવ જુરેલના 35 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અણનમ 56 રન.

રોવમેન પોવેલ આઉટ

રોવમેન પોવેલ 12 બોલમાં 6 રન બનાવી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.

ધ્રુવ જુરેલની અડધી સદી

ધ્રુવ જુરેલે 26 બોલમાં 6 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

હેટમાયર 4 રને બોલ્ડ

હેટમાયર 10 બોલમાં 4 રન બનાવી અભિષેક શર્માની ઓવરમાં બોલ્ડ થયો.

આર અશ્વિન ખાતું ખોલાયા વિના આઉટ

આર અશ્વિન 3 બોલમાં ખાતું ખોલાયા વિના શાહબાઝ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.

રિયાન પરાગ 6 રને આઉટ

રિયાન પરાગ 10 બોલમાં 6 રન બનાવી શાહબાઝ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 79 રને ચોથી વિકેટ ગુમાવી.

સંજુ સેમસન 10 રને આઉટ

સંજુ સેમસન 11 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી અભિષેક શર્માનો શિકાર બન્યો. રાજસ્થાન રોયલ્સે 67 રને ત્રીજી વિકેટ ગુમાવી.

યશસ્વી જયસ્વાલ આઉટ

યશસ્વી જયસ્વાલ 21 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 42 રન બનાવી શાહબાઝ અહમદની ઓવરમાં કેચ આઉટ થયો.

રાજસ્થાનના 50 રન

રાજસ્થાન રોયલ્સે 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

ટોમ કોહલર-કેડમોર આઉટ

ટોમ કોહલર-કેડમોર 16 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો.

બોલ્ટ-અવેશ ખાનની 3-3 વિકેટ

રાજસ્થાન તરફથી અવેશ ખાન, બોલ્ટે 3-3 વિકેટ ઝડપી. જ્યારે સંદીપ શર્માને 2 વિકેટ મળી.

સનરાઈઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 9 વિકેટે 175 રન

સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 176 રનનો પડકાર મળ્યો.

જયદેવ ઉનડકટ રન આઉટ

જયદેવ ઉનડકટ 2 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી રન આઉટ થયો. પેટ કમિન્સ 5 રને અણનમ રહ્યો.

શાહબાઝ અહમદ આઉટ

શાહબાઝ અહમદ 18 બોલમાં 1 સિક્સર સાથે 18 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.

ક્લાસેન 50 રને આઉટ

ક્લાસેન 34 બોલમા 4 સિક્સર સાથે 50 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં બોલ્ડ થયો.

ક્લાસેનની અડધી સદી

હેનરિચ ક્લાસેને 33 બોલમાં 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી

હૈદરાબાદના 150 રન

સનરાઈઝર્સ હૈદરાબાદે 17 ઓવરમાં 150 રન પુરા કર્યા.

અવેશ ખાનનું ગોલ્ડન ડક

અવેશ ખાન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.

નીતિશ કુમાર રેડ્ડી 5 રને આઉટ

નીતિશ કુમાર રેડ્ડી 10 બોલમાં 5 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં આઉટ થયો.

હૈદરાબાદના 100 રન

સનરાઈઝર્સ હૈદરાબાદે 10.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

ટ્રેવિસ હેડ આઉટ

ટ્રેવિસ હેડ 28 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 34 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.

એડન માર્કરામ 1 રને આઉટ

એડન માર્કરામ 2 બોલમાં 1 રન બનાવી બોલ્ટનો ત્રીજો શિકાર બન્યો. હૈદરાબાદે 57 રને ત્રીજી વિકેટ ગુમાવી.

રાહુલ ત્રિપાઠી આઉટ

રાહુલ ત્રિપાઠી 15 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 37 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો.

હૈદરાબાદના 50 રન

સનરાઈઝર્સ હૈદરાબાદે 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

અભિષેક શર્મા 12 રને આઉટ

અભિષેક શર્મા 5 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન બનાવી બોલ્ટની પ્રથમ ઓવરમાં કેચ આઉટ થયો.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઇલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાનનો રેકોર્ડ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના રેકોર્ડની વાત કરવામાં આવે તો 9 મેચ રમ્યું છે. જેમાં રાજસ્થાનનો 2 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 223 રન છે અને લોએસ્ટ સ્કોર 141 રન છે.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હૈદરાબાદનો રેકોર્ડ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદના રેકોર્ડની વાત કરવામાં આવે તો તે આ સ્ટેડિયમમાં 10 મેચ રમ્યું છે. જેમાં 1 મેચમાં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 177 રન છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.

રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ

આઈપીએલમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 19 મુકાબલા થયા છે. જેમાં 9 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 220 અને લોએસ્ટ સ્કોર 102 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. 2024ની સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાયા ત્યારે હૈદરાબાદનો 1 રને રોમાંચક વિજય થયો હતો.

ક્વોલિફાયર 2 માં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો

આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હારનાર ટીમના અભિયાનનો અંત આવશે. જ્યારે વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ