સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ સૌથી વધારે મહાન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શું કહ્યું

Sachin Tendulkar Vs Virat Kohli - બાબર આઝમ વર્સિસ વિરાટ કોહલીની ચર્ચા પર પૂર્વ ઓફ સ્પિનરે કહ્યું કે બાબરને કોહલીની સરખામણીમાં લાંબો રસ્તો કાપવાનો છે

Written by Ashish Goyal
March 17, 2023 15:58 IST
સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાં કોણ સૌથી વધારે મહાન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શું કહ્યું
સચિન તેંડુલકર અને વિરાટ કોહલી (તસવીર -સોશિયલ મીડિયા)

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને રન મશીન વિરાટ કોહલીમાં કોણ મહાન છે? આ સવાલ ઘણી વખત પૂર્વ ખેલાડીઓને કરવામાં આવે છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સકલૈન મુશ્તાકને આ સવાલ કરવામાં આવ્યો તો તેમણે સચિન તેંડુલકરનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે તે હંમેશા વિરાટ કોહલીથી આગળ રહેશે. તેનું કારણ બોલરોને ગણાવ્યું. સચિને ઘણા શાનદાર બોલરોના સામનો કર્યો છે.

સકલૈન મુશ્તાકે નાદિર અલી પોડકાસ્ટ પર કહ્યું કે ફક્ત હું જ નહીં આખી દુનિયા એ વાત પર સહમત હશે કે સચિન તેંડુલકરથી કોઇ મોટો બેટ્સમેન નથી. કોઇ શોટના કોપીબુકનું ઉદાહરણ આપવાનું હોય તો લોકો સચિનનું ઉદાહરણ આપે છે. વિરાટ કોહલી આજના જમાનાનો દિગ્ગજ છે. જોકે સચિને ઘણા મુશ્કેલ બોલરોનો સામનો કર્યો છે.

કેમ સચિન તેંડુલકર મહાન છે?

પાકિસ્તાન તરફથી 49 ટેસ્ટ અને 169 વન-ડે મેચ રમનાર સકલૈન મુશ્તાકે જણાવ્યું કે કેમ સચિનને હંમેશા મહાન બેટ્સમેન માનવામાં આવે છે. શું વિરાટ કોહલીએ વસીમ અકરમનો સામનો કર્યો છે? શું તેમણે વોલ્શ, એમ્બ્રોસ, મેકગ્રાથ, શેન વોર્ન, મુરલીધરનનો સામનો કર્યો છે? આ મોટા નામો હતો અને બધા ઘણા હોશિયાર બોલર હતા. તે જાણતા હતા કે તમને કેવી રીતે જાળમાં ફસાવવા છે. આજે બે પ્રકારના બોલરો છે એક જે તમને રોકશે અને બીજા જે તમને જાળમાં ફસાવશે. તે લોકો જાણતા હતા કે આ બન્ને કેવી રીતે કરવાનું છે, ખાસ કરીને બેટ્સમેનોને ટ્રેપ કરવા.

આ પણ વાંચો – ઋષભ પંત ઝડપથી થઇ રહ્યો છે સ્વસ્થ , સ્વિમિંગ પૂલમાં વોક કરતો જોવા મળ્યો, જુઓ VIDEO

બાબર આઝમ વર્સિસ વિરાટ કોહલી પર શું કહ્યું

બાબર આઝમ વર્સિસ વિરાટ કોહલીની ચર્ચા પર પૂર્વ ઓફ સ્પિનરે કહ્યું કે બાબરને કોહલીની સરખામણીમાં લાંબો રસ્તો કાપવાનો છે. જોકે તેણે પાકિસ્તાનના કેપ્ટનની પ્રશંસા કરી છે. સકલૈને કહ્યું કે કોહલી અને બાબર અલગ ખેલાડી છે પણ બન્નેનો પોતાનો ક્લાસ છે. જોકે તમે બ્યૂટી, પરફેક્શન કે ટેકનિક પહેલુઓને જુવો તો બાબરની કવર ડ્રાઇવ વધારે શાનદાર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ