Sunrisers Hyderabad vs Mumbai Indians Highlights, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. હૈદરાબાદ સ્કોર : હેનરિચ ક્લાસેન (80), અભિષેક શર્મા (63)અને ટ્રેવિસ હેડની (62)આક્રમક અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 31 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવી શક્યું હતું. મુંબઈનો સતત બીજો પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદે પ્રથમ જીત નોંધાવી છે. મેચમાં કુલ 40 ઓવરમાં 523 રન બન્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો
આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ઇતિહાસ રચી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન આઈપીએલના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો રેકોર્ડ તોડ્યો છે. આરસીબીએ 2013માં પૂણે વોરિયર્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 263 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ : ઈશાન કિશન, રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટીમ ડેવિડ, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, ક્વેન માફાકા
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, 5 હેનરિક ક્લાસેન, 6 અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ





