Sunrisers Hyderabad vs Rajasthan Royals Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. હૈદરાબાદ સ્કોર : નીતિશ કુમાર રેડ્ડી (76)અને ટ્રેવિસ હેડની અડધી સદી (58) બાદ ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 1 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. રાજસ્થાનને અંતિમ બોલે જીત માટે 2 રનની જરૂર હતી. જોકે પોવેલ ભુવનેશ્વર કુમારના અંતિમ બોલે એલબી આઉટ થયો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનમોલપ્રીત સિંહ, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સેન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.





