ટી-20 વર્લ્ડ કપ 2022 : આઈસીસીનો મોટો નિર્ણય, સેમિ ફાઇનલ, ફાઇનલ માટે બદલ્યો નિયમ

T20 World Cup 2022 : ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ 9 નવેન્બરે સિડનીમાં, જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ એડિલેડમાં 10 નવેમ્બરે એડિલેડમાં રમાશે. ફાઇનલ મુકાબલો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે

Written by Ashish Goyal
November 04, 2022 18:54 IST
ટી-20 વર્લ્ડ કપ 2022 : આઈસીસીનો મોટો નિર્ણય, સેમિ ફાઇનલ, ફાઇનલ માટે બદલ્યો નિયમ
ટી-20 વર્લ્ડ કપ 2022 માટે આઈસીસીએ નિયમોમાં મોટો ફેરફાર કર્યો (Source: Twitter/@T20WorldCup)

T20 World Cup 2022: ટી-20 વર્લ્ડ કપ 2022 માટે આઈસીસીએ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સેમિ ફાઇનલ અને ફાઇનલ મુકાબલા દરમિયાન વરસાદ કે કોઇ અન્ય કારણોથી મેચમાં વિધ્ન આવશે તો ડકવર્થ લુઇસના નિયમથી નિર્ણય ત્યારે જ લેવાશે જ્યારે બન્ને ટીમો 10-10 ઓવર રમી ચુકી હશે. અત્યાર સુધી 5-5 ઓવરની મેચ રમાઇ હોય ત્યારે ડકવર્થ લુઇસ નિયમના આધારે નિર્ણય આપવામાં આવતો હતો.

ટી-20 વર્લ્ડ કપમાં આ વખતે સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચો માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે સેમિ ફાઇનલ કે ફાઇનલમાં વરસાદ પડશે અને 10-10 ઓવરની મેચ નહીં થાય તો રિઝર્વ ડે ના દિવસે મેચ રમાડવામાં આવશે. સેમિ ફાઇનલ મેચમાં વરસાદના કારણે રિઝર્વ ડે ના દિવસે પણ મેચ ના રમાય તો ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમ ફાઇનલમાં પહોંચી જશે.

આ પણ વાંચો – વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો

જો ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 2022ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા રહ્યા હતા.

13 નવેમ્બરે ફાઇનલ મુકાબલો

ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ 9 નવેન્બરે સિડનીમાં, જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ એડિલેડમાં 10 નવેમ્બરે એડિલેડમાં રમાશે. ફાઇનલ મુકાબલો 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ