Virat Kohli:વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને રેકોર્ડ તોડ્યો છે. જયવર્ધનેએ ટી-20 વર્લ્ડ કપમાં 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. કોહલીએ 23 ઇનિંગ્સમાં આ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સાતમી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે તસ્કીન અહમદના પાંચમાં બોલ પર એક રન લઇને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના 1017 રન પુરા કર્યા હતા.
ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન
ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવરનાર ટોપ-5 બેટ્સમેનમાં બે ભારત અને બે શ્રીલંકાના છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી (1033 રન) છે. આ પછી મહેલા જયવર્ધને (1062 રન), ક્રિસ ગેઇલ (965 રન), રોહિત શર્મા (921 રન) અને તિલકરત્ને દિલશાન (897 રન) છે.
આ પણ વાંચો – હોટલ રુમનો વીડિયો લીક થતા ગુસ્સે ભરાયો કોહલી, Instagram પર વીડિયો શેર કરીને કહ્યું- આ મનોરંજનની વસ્તુ નથી
વિરાટ કોહલીના અણનમ 64 રન
બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 64 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અણનમ 64 રનની ઇનિંગ્સ રમી હતી.