MI WPL 2026 Players List : અમેલિયા કેરને 3 કરોડમાં ખરીદી, આવી છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ

MI WPL 2026 Players List : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મેગા હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) પાસે 13 ખેલાડીઓનો ખાલી સ્લોટ હતો. તેણે પોતાની ટીમમાં 11 ખેલાડીઓ જોડ્યા હતા. અમેલિયા કેરને સૌથી વધારે 3 કરોડ રૂપિયામાં ખરીદી હતી

Written by Ashish Goyal
Updated : November 28, 2025 17:12 IST
MI WPL 2026 Players List : અમેલિયા કેરને 3 કરોડમાં ખરીદી, આવી છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ
MI WPL 2026 Players List : વિમેન્સ પ્રીમિયર લીગ 2026, મુંબઈ ઇન્ડિયન્સ ટીમ (Pics : @mipaltan)

WPL 2026 Auction Mumbai Indians squad full list : મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મેગા હરાજીમાં 5.75 કરોડ રૂપિયા સાથે ઉતરી હતી. તેની પાસે 13 ખેલાડીઓનો ખાલી સ્લોટ હતો. તેણે પોતાની ટીમમાં 11 ખેલાડીઓ જોડ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે અમેલિયા કેરને 3 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ભારતની દીપ્તિ શર્મા મેગા હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને ખરીદ્યા

  • અમેલિયા કેર (3 કરોડ), સજના એસ (75 લાખ), શબનમ ઇસ્માઇલ (60 લાખ), નિકોલા કેરી (30 લાખ)

  • સંસ્કૃતિ ગુપ્તા (20 લાખ), રાહિલા ફિરદૌસ (10 લાખ), પૂનમ ખેમનાર (10 લાખ), ત્રિવેણી વશિષ્ઠ (10 લાખ)

  • નલ્લા રેડ્ડી (10 લાખ), મિલી ઇલિંગવર્થ (10 લાખ), સાઇકા ઇશાક (10 લાખ રૂપિયા).

મુંબઈ ઈન્ડિયન્સના રિટેન કરાયેલા ખેલાડીઓ

નેટ સાઇવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર, જી.કમલિની.

આ પણ વાંચો – ચિનેલ હેનરી અને શ્રી ચરણીને ખરીદ્યા, આવી છે દિલ્હી કેપિટલ્સની ટીમ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

નેટ સાઇવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર, જી. કમલિની, અમેલિયા કેર, શબનમ ઇસ્માઇલ , સંસ્કૃતિ ગુપ્તા, સજના સજીવન, રાહિલા ફિરદૌસ, નિકોલા કેરી, પૂનમ ખેમનાર, ત્રિવેણી વશિષ્ઠ, નલ્લા રેડ્ડી, સાઇકા ઇશાક અને મિલી ઇલિંગવર્થ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ