દર વર્ષે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ખુબ જ ધુમધામથી ઉજવવામાં આવે છે.
પરંતુ કેટલાક એવા દેશો પણ છે જ્યાં ક્રિસમસની ઉજવણી પર પ્રતિબંધ છે. ઘણી જગ્યાએ તો સજા પણ મળે છે.
ઈસ્લામિક માન્યતાઓનો કડકપણે અમલ કરનાર સાઉદી અરબમાં ક્રિસમસ પર પ્રતિબંધ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી છૂટથાટ આપવામાં આવી છે. જોકે લોકો ખુલીને ઉજવણી કરતા નથી.
નોર્થ કોરિયામાં ક્રિસમસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. અહીં જો કોઈ ઉજવણી કરતા પકડાય છે તો તેને સખત સજા આપવામાં આવે છે.
ગણા આફ્રિકી દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી નથી થતી. સોમાલિયાએ વર્ષ 2015માં તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.
અલ્જીરિયા, લીબિયા અને મોરક્કો જેવા દેશોમાં પણ ખુલ્લેઆમ ક્રિસમસની ઉજવણી નથી કરાતી. અહીં ઈસાઈ ધર્મ માટે પ્રાયવેટ રીતે ક્રિસમસની ઉજવણી થાય છે.
ઉઝબેકિસ્તાનમાં પણ લોકો ક્રિસમસની ઉજવણી કરતા નથી.
અફઘાનિસ્તાન પણ ઈસ્લામિક દેશોમાંથી એક છે જ્યાં ક્રિસમસની ઉજવણી નથી થતી. અહીંયા ગૈર-ઈસ્લામિક અથવા પશ્ચિમી તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ છે.
બ્રુનેઈમાં ક્રિસમસની ઉજવણી પર સખત પ્રતિબંધ છે. ક્રિસમસ ટ્રી લગાવવું, સજાવટ અથવા તહેવારના કપડા પહેરવા સાર્વજનિક રૂપે મનાઈ છે. નિયમ તોડવા પર પાંચ વર્ષની સજા થઈ શકે છે.