મુંબઈમાં મતદાન માટે બોલિવૂડ સેલિબ્રિટીનો જમાવડો

Nov 20, 2024, 04:51 PM

પીઢ અભિનેતા પ્રેમ ચોપરાએ આજે મતદાન કર્યું હતું. તેઓ લાકડીના સહારે મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રવિના ટંડન અને પુત્રી રાશાએ પણ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે.

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ મતદાન કર્યું છે.

હેમા માલિની અને ઈશા દેઓલ મતદાન કર્યા બાદ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

અભિનેત્રી રકુલ પ્રિત પોતાના પતિ સાથે મતદાન મથક પહોંચી હતી.

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી મતદાન કર્યા બાદ મીડિયા સામે તસવીર ખેંચાવી હતી.

બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીએ મુંબઈમાં મતદાન કર્યું હતું.

અક્ષય કુમાર આજે વહેલી સવારે મતદાન કરવા પહોંચી ગયો હતો.

રણબીર કપૂર એકલો મતદાન કરવા પહોંચ્યો હતો.

અભિનેતા ગોવિંદા મતદાન કર્યા બાદ તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

મુંબઈમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ મતદાન કર્યું હતું.