ભારતીય સિનેમામાં એવી ઘણી ક્ષણો આવી છે જેણે પરંપરાઓને તોડતા નવા આયામ સ્થાપિત કર્યા. તેમાંથી જ એક હતું ફિલ્મોમાં પ્રથમવાર બીકિની પહેરવાનું સાહસિક પગલું
આ ઈતિહાસને રચનાર એક્ટ્રેસ હતી મરાઠી ફિલ્મોની પ્રખ્યાત અદાકારા મીનાક્ષી શિરોડકર. આવો જાણીએ તેના સાહસિક પગલાથી લઈ બોલિવૂડમાં બીકિનીના ટ્રેંડ સુધીનો સફર.
1938 માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ 'બ્રહ્મચારી'માં મીનાક્ષી શિરોડકરે સ્વિમસૂટ પહેરીને 'યમુના જલી ખેલુ ખેલ' ગીતમાં પરફોર્મ કર્યું હતું. તેનું આ પગલું તે સમયમાં પારંપરિક સમાજ માટે ચોંકવાનારૂં હતું.
તેની આ સાહસિક ઉપસ્થિતિએ તેને ચર્ચામાં લાવી દીધી હતી. જોકે તેને આ માટે આલોચનાનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ તે સમય ભારતીય સિનેમાના ઈતિહાસમાં નોંધાઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા મીનાક્ષી શિરોડકરે પોતાના એક્ટિંગ કરિયરની પણ શરૂઆત કરી હતી અને 1970 ના દાયકા સુધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મીનાક્ષી શિરોડકર બે બોલિવૂડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકર અને શિલ્પા શિરોડકરની દાદી હતી.
ત્યાં જ મીનાક્ષી શિરોકડરના આ પગલાના લગભગ 29 વર્ષ બાદ 1967 માં બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટૈગોરે ફિલ્મ 'એન ઈવનિંગ ઈન પેરિસ'માં સ્વિમસૂટ પહેરીને સ્ક્રિન પર તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મમાં તેની સાથે શમ્મી કપૂર હતા.
શર્મિલા ટૈગોરનો આ લુક તે સમયમાં ચર્ચાનો વિષય બનેલો હતો. જોકે ફિલ્મમાં તેમણે વન પીસ સ્વિમસૂટ પહેર્યો હતો, પરંતુ 1966માં ફિલ્મફેર મેગેઝીનના કવર માટે તેમણે બીકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું, જેણે તેમને હિંદી સિનેમાની પ્રથમ સેક્સ સિમ્બોલ બનાવી દીધી હતી.
પરંતુ 36 વર્ષ બાદ જ્યારે તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની ચેરપર્સન બની તો તેણે ફિલ્મોમાં બીકિનીના વધતા ચલણ પર ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે આજે ભારતીય સિનેમામાં બીકિની પહેરવું સામાન્ય બની ગયું છે. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા જેવી ઘણી અભિનેત્રીઓ હવે ફિલ્મોમાં આવા ડ્રેસમાં નજર આવે છે.