Nov 18, 2025
બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે આજે તેના ભાણિયા પૃથ્વી સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી.
કંગના રનૌતે વહેલી સવારે ગુજરાતના એશિયાટિક સિંહોના દર્શન કરીને ગીરની ભવ્યતા અનુભવી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાતની તસવીરો પણ શેર કરી છે.
આજે વહેલી સવારે કંગના રનૌતે તેના ભાણિયા પૃથ્વી સાથે સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો.
કંગના રનૌતે ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચ અનુભવ્યો હતો.
જંગલ સફારી દરમિયાન કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા.
ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી.
કંગના રનૌતે ગીર સફારીની તસવીરો પોસ્ટ કરતા ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા. સાથે જ ગુજરાતના સિંહો આખી દુનિયામાં પ્રખ્યાત હોવાનું પણ જણાવ્યું.