સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંનેની સગાઈ ઓગસ્ટ 2024માં થઈ હતી, જેની તસવીરો સોશિય મીડિયામાં વાયરલ થઈ હતી અને તમામ લોકોને દંગ કરી દીધા હતા.
સેરેમની દરમિયાન શોભિતા ધુલિપાલા કમળના ફૂલ સાથે ભારતીય પરિધાનમાં જોવા મળી હતી.
હવે તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં તેમના પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો વાયરલ થઈ રહી છે.
શોભિતા ધુલિપાલાએ 'ગોધુમા રયૈ પસુપુ ચંદતમ' સેરેમનીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે, જેમાં તે એકદમ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં રીતિ-રિવાજ કરતી નજર આવી રહી છે.
આ પરંપરાગત દક્ષિણ ભારતીય સેરેમનીમાં હળદર અને ઘઉં સાથે જોડાયેલી વિધિ કરવામાં આવે છે. જે લગ્નની શરૂઆતનું પ્રતિક છે.
તસવીરોમાં શોભિતા એક કોરલ અને ગ્રીન ટોન વાળી સિલ્ક સાડીમાં નજર આવી રહી છે. જેમાં તેણે ગોલ્ડન બ્લાઉઝની સાથે પેયર કર્યું છે. તેના વાળમાં ચમેલીના ફુલોનો ગજરો છે અને સોનાના ઘરેણાએ તેના લુકને ખુબ જ સુંદર બનાવ્યો છે.
એક તસવીરમાં શોભિતાને કાચી હળદરથી ભરેલી થાળી સાથે સમારોહ સ્થળે જતા જોઈ શકાય છે, તેની ચારેય તરફ તેના પરિવારની મહિલાઓ છે.
તસવીરોમાં શભિતા તેના પરિવારની મહિલાઓ સાથે આ પ્રકારની વિધિને કરતી જોવા મળી રહી છે, જેમાં તે હળદરને પીસતા, પુજારી અને પરિવારના મોટા લોકોની સાથે આશીર્વાદ લેતા નજર આવી રહી છે.
શોભિતાએ તસવીરો સાથે કેપ્શન આપ્યું,"ગોધુમા રયૈ પસુપુ દંચતમ સેરેમની, અને આખરે તેની શરૂઆત થઈ ગઈ." આ સેરેમની તેમના લગ્નની પ્રથમ વિધિ છે અને તેને લઈ તેમના ફેન્સ અને નજીકના લોકો તેમને શુભેચ્છાઓ અને આશિર્વાદ આપી રહ્યા છે.