જમવામાં ક્યારેય ઉતાવળ ન કરો. ભોજન ખૂબ ચાવીને જમો. સારી રીતે ચાવીને જમશો તે ખોરાક પચવામાં સરળતા રહેશે અને બિમારીઓ દૂર રહેશે.
રાત્રિ ભોજન સૂવાના 3 કલાક પહેલા કરી લેવાની આદત રાખો, ત્યાં જ રાત્રે સૂતા પહેલા ખાવાનું ટાળો.
રાત્રિ ભોજન કરી લીધા બાદ આઈસક્રીમ ખાવાનું ટાળો સાથે જ સૂતા પહેલા ટૂથબ્રશ કરવાની આદત રાખો.
પોતાની લાઈફસ્ટાઈલમાં યોગ કરવાનું ઉમેરો, બની શકે તો સવારના સમયે યોગા કરો અને વજ્રાસન કરો.
રાત્રિના સમયે જમ્યા બાદ ફળ ખાવાનું ટાળો, જમ્યા પહેલા ફળ ખાવાની આદત રાખો.
જમતા સમયે પાણી પીવાનું ટાળો, જમ્યા બાદ થોડા સમય પછી પાણી પીવો.
ભોજનમાં શક્ય હોય તો મીઠું ઓછું ખાવાનું રાખો ત્યાં જ ભોજનની થાળીમાં ઉપરથી વધારાનું મીઠું નાંખવાનું ટાળવું જોઈએ.