દરરોજ સવારે ફણગાવેલા મગ અને ચણા ખાવાના ફાયદા

Jun 16, 2025, 05:18 PM

શરીરમાં ઈમ્યુનિટિ વધારે

આમ તો કઠોળ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તે વાત આપણે જાણીએ છે, પરંતુ કઠોળ પલાળીને ખાવાથી તેના ફાયદા બે ગણા થાય છે, જેમાં ખાસ કરીને ફણગાવેલા મગ, ચણા શરીરમાં ઈમ્યુનિટિ વધારે છે.

સલાડમાં ઉપયોગ કરી શકો

રોજ રાત્રે મગને પાણીમાં પલાળીને બીજા આખા દિવસ દરમિયાન કોટનના કપડામાં રાખી દો જેથી મગમાં ફણગા ફૂટી જશે, આ મગ તમે ખાવામાં, સલાડમાં ઉપયોગ કરી શકો છો.

દરરોજ સવારે ખાવ

એજ રીતે આખી રાત પાણીમાં પલાળેલા ચણાનું સેવન દરરોજ સવારે ખાવાથી લોહી પુરતા પ્રમાણમાં બને છે.

સ્વાસ્થ્યવર્ધક ફણગાવેલા ચણા

ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ અને વિટામિન્સની માત્રા ખુબ પ્રમાણમાં હોય છે.

પલાળેલા ચણા અને મગ ખાવાના ફાયદાઓ

પલાળેલા ચણામાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જેનાથી આપણા પેટની સારી રીતે સફાઈ થાય છે, પેટ સાફ કરવામાં મદદ મળે છે. ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

ચામડીના પ્રોબ્લમ માટે ફાયદાકારક

જો તમે પલાળેલા ચણાને મીઠા વગર ખાશો તો તે સ્કિનની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. સ્કિનમાં જો ખંજવાળ આવતી હોય તો તેનાથી છૂટકારો મળશે અને તમારા ચહેરા પર ગ્લો આવશે.

એનર્જીનો સોર્સ

પલાળેલા ચણા અને ફણગાવેલા મગ ખાવાથી એનર્જીની માત્રા વધે છે. તે એનર્જીનો મોટો સોર્સ છે. તેને રોજ ખાવાથી શરીર સ્ટ્રોંગ બને છે અને નબળાઈ દૂર થાય છે.

લોહી શુદ્ધ બને

ફણગાવેલા મગ ખાવાથી લોહી શુદ્ધ બને છે અને શરીરનો ગંદો કચરો પણ લોહી શુદ્ધ થવાથી દુર થઈ જાય છે. આ સાથે જ પ્રોટિન પુરતા પ્રમાણમાં મળે છે, કેલેરી ન હોવાથી પાચન પણ જલદી થાય છે.