એલ્યુમિનિયમ કૂકર વજનમાં ખુબ જ હલ્કુ હોય છે.
એલ્યુમિનિયમ કૂકર વાપરવામાં ખુબ જ અનુકૂળ હોય છે.
એલ્યુમિનિયમ મેટલ ઝડપથી ગરમ થાય છે.
તેથી એલ્યુમિનિયમ કૂકર ઝડપથી ખોરાકને રાંધે છે.
એલ્યુમિનિયમની ધાતુ સસ્તી હોવાથી કૂકર પણ એટલું મોંઘુ હોતું નથી.
પરંતુ એલ્યુમિનિયમ કુકર ઝડપથી તેની ચમક ગુમાવે છે. ઓક્સિડેશનને કારણે રંગ બદલાવાથી એલ્યુમિનિયમ પ્રેશર કુકરની જાળવણી મુશ્કેલ બની શકે છે.
આ ઉપરાંત આ કુકર સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી. કારણ કે સમય જતાં આ ધાતુ ખોરાકમાં ઓગળી જાય છે, જે તેને ઝેરી બનાવે છે.