રાજસ્થાનની બિકાનેરી સેવ ખૂબ જ ફેમસ છે. જેને ચણાનો લોટ તેમજ મઠના લોટમાં કેટલાક મસાલાઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે.
આજે અમે તમને જણાવીશું બિકાનેરી સેવ ઘરે બનાવવાની રેસિપી.
1 કપ મઠનો લોટ, 1 કપ બેસન, 1 ચમચી મરી પાઉડર, 1 ચમચી એલચી પાઉડર, 1/2 ચમચી હીંગ, સ્વાદાનુસાર મીઠું, પાણી, તળવા માટે તેલ
સૌથી પહેલા એક બાઉલ લો. તેમાં બેસન અને મઠનો લોટ લઈ મિક્સ કરી લો. હવે તેમાં હીંગ, એલચી પાઉડર તેમજ મરીનો પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જાવ અને સેવ પડે તેવો લોટ બાંધી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકી દો અને લોટને સેવ પાડવાના સંચામાં ભરી લો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સેવ પાડી લો.
સેવનો કલર થોડો બ્રાઉન થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. તો તૈયાર છે તમારી બિકાનેરી સેવ.