બ્રોકોલી સૂપ રેસીપી, ઠંડીમાં શરીર માટે એનર્જીનો બુસ્ટર ડોઝ

Dec 08, 2025, 10:05 PM

શિયાળામાં લોકો શરીરની સુસ્તી ભગાડવા હોટ ડ્રિંક પીતા હોય છે. આ દિવસોમાં લોકો ટામેટા અને કોર્ન સૂપ વધુ પીવે છે.

હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો સ્વાદિષ્ટ બ્રોકોલી સૂપનો આનંદ માણે છે. પરંતુ તમે ઘરે સાંજની નાની ભૂખમાં જંક ફૂડ ખાવાના બદલે હોટ સૂપ પી શકો છો.

શરીરને એનર્જી આપે છે એટલે જ તેને બ્રોકોલીને સુપરફૂડ કહેવામાં આવે છે. તે પોષણનું પાવર હાઉસ પણ છે.

બ્રોકોલી સૂપ માટે સામગ્રી

8 થી 10 જેટલી બદામ, 1 કપ બ્રોકોલી, થોડો ગોળ, 1 કપ પાણી, 1 નાની ડુંગળી સમારેલી, 3-4 કળી લસણ, 1 ચમચી માખણ, 1 ચમચી કાળા મરી પાઉડર.

બ્રોકોલી સૂપ બનાવવાની રીત

શિયાળાની ઠંડી ભગાડવા માટે બ્રોકોલી સૂપ બેસ્ટ છે. આ સૂપ બનાવવા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો તેમાં બટર નાખ્યા બાદ ડુંગળી ઉમેરો અને 1 થી 2 મિનિટ માટે સાંતળી લો.

પછી તેમાં ગોળ અથવા ખાંડ અને બ્રોકોલી ઉમેરો. પછી તેમાં 1 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો.

પછી પેનને ઢાંકણથી ઢાંકી દો અને વચ્ચે ક્યારેક હલાવતા રહી બધી સામગ્રી ઓગળી જાય ત્યા સુધી કૂક કરો. પછી ગેસ બંધ કરી આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો.

આ મિશ્રણને બ્લેન્ડ કરી લિકવિડ પ્રવાહી બનાવો. સ્મૂથ પ્યુરી તૈયાર થઈ જાય પછી ફરી નોન-સ્ટીક પેનમાં સ્થાનાંતરિત કરી તેમાં માખણ, મીઠું અને કાળા મરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 5 મિનિટ ઉકાળો.

હવે તૈયાર થઈ ગયો તમારો બ્રોકોલી સૂપ. આ સૂપ હૂંફાળો થાય ત્યારે પીવો. આ હોટ ડ્રિંક્સ પીવાથી શરીરની સુસ્તી ભાગશે અને એનર્જી આવશે.