મસાલામાં લપેટીને બનાવો દહીં બુંદી ચાટ, આ રહી સિમ્પલ રેસીપી

Jul 15, 2025, 04:18 PM

અત્યાર સુધી તમે બુંદીમાંથી બનાવેલ રાયતું ખાધું હશે, પરંતુ આજે અમે તમને ઠંડા દહીંમાં પલાળીને હળવા મસાલામાં લપેટીને દહીં બુંદી ચાટની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.

આ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે, અને તેને બનાવવા માટે વધુ મહેનત અને સામગ્રીની જરૂર નથી. ઉપરાંત જો તમે તેને એક વાર બનાવો છો, તો ઘરના લોકો તેને વારંવાર બનાવવાનો આગ્રહ રાખશે.

તો ચાલો જાણીએ કે તેને બનાવવા માટે કયા ઘટકોની જરૂર છે અને તે કેવી રીતે બને છે?

દહીં બુંદી ચાટ બનાવવા માટે સામગ્રી

1 કપ બુંદી, 1 કપ ફેટેલું દહીં, અડધી ચમચી કાળું મીઠું, અડધી ચમચી શેકેલું જીરું, અડધી ચમચી લાલ મરચું, ચાટ મસાલો, લીલી ચટણી, મીઠી આમલીની ચટણી, સમારેલી કોથમીર, સેવ - 2 ચમચી.

દહીં બુંદી ચાટ બનાવવાની રીત

જો તમે સૂકી બુંદી વાપરી રહ્યા છો તો તેને 5 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. પછી તેને ચાળણીમાં મૂકો અને પાણી કાઢી નાખવા માટે તેને થોડું નિચોવી લો. આ ઉપરાંત, જો તમે ખારી બુંદી વાપરી રહ્યા છો તો તેનો સીધો ઉપયોગ કરી શકાય છે.

આ પછી દહીંને સારી રીતે ફેંટીને તેને ખૂબ જ સ્મૂધ બનાવો. પછી તેમાં સ્વાદ મુજબ કાળું મીઠું અને શેકેલું જીરું પાવડર ઉમેરો.

હવે એક બાઉલમાં બુંદી નાખો પછી ઉપર ફેંટેલું દહીં, લીલી ચટણી અને મીઠી આમલીની ચટણી ઉમેરો.

તેના પર ચાટ મસાલો, લાલ મરચું અને થોડું શેકેલું જીરું પાવડર નાંખો પછી તેને સેવ, ધાણા અને દાડમના દાણાથી સજાવો.

હવે તૈયાર કરેલી દહીં બુંદી ચાટ ઠંડી પીરસો અને સ્વાદનો આનંદ માણો.