છાશ ઉનાળાનું અમૃત: ગરમીમાં બેસ્ટ, શરીરને થશે અઢળક ફાયદા

Apr 11, 2025, 08:16 AM

ઉનાળામાં સ્વસ્થ અને એક્ટિવ રહેવા માટે લોકો દહીં અને દહીંથી બનેલી વસ્તુઓનું સેવન વધુ પ્રમાણમાં કરે છે.

આવામાં દહીંથી બનેલી ઘરેલું ડિશનમાં એક છાશ પણ છે જે પેટની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ચાલો અમે તમને જણાવીએ કે ઉનાળાની ઋતુમાં છાશ પીવાથી સ્વાસ્થ્યને કેવા પ્રકારના ફાયદા મળે છે?

છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડાના સારા બેક્ટેરિયાને વધારે છે. આથી કબજિયાત, અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.

છાશમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે. આથી હાડકા મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઘટે છે.

છાશમાં રહેલ પ્રોબાયોટિક્સ શરીરની નબળી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને વાયરલ બીમારીઓથી બચાવે છે.

છાશમાં પોટેશિયમની ભરપુર માત્રા હોય છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત મળે છે.

છાશ ગરમીમાં શરીરને ઠંડુ રાખે છે અને ભૂખને સંતુલિત કરે છે.

ભોજન કરી લીધા બાદ છાશ પીવાથી એસિડિટીથી રાહત મળે છ. જો તમે વધારે ખાઈ લીધુ છે તો એક ગ્લાસ છાશ ભોજનને પચાવવામાં મદદ કરશે.