ફાલસા શોટ્સ આ રીતે ઘરે બનાવો, મજા પડી જશે

May 27, 2025, 06:59 PM

ફાલસા એક એવું ફળ છે જે ગરમીથી રાહત આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફાલસામાંથી શરબત, જ્યુસ અને શોટ્સ બનાવવામાં આવે છે.

ફાલસા શોટ્સ ઉનાળા માટે તાજગીભર્યું અને સ્વાદિષ્ટ પીણું છે.

ફાલસા શોટ્સ બનાવવા માટે, તમે ફાલસાને બ્લેંન્ડ શકો છો, તેમાં કેટલીક સામગ્રી ઉમેરી શકો છો અને તેને ઠંડુ કરીને તેનો આનંદ માણી શકો છો.

ફાલસામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ફાલસામાં એન્ટીઑકિસડન્ટ, ફાઇબર અને વિટામિન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ફાલસા શોટ્સ

ફાલસાને ધોઈને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દો. અને તેને ચારણીથી ગાળી લો.

બ્લેન્ડ કરેલા ફાલસામાં પાણી, ખાંડ, મીઠું અને ચાટ મસાલા ઉમેરો.

આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. તેને ઠંડુ કરીને અથવા બરફ સાથે પીરસો.

ફાલસા શોટ્સ ઉનાળા માટે એક ઉત્તમ વિકલ્પ છે, જે તમને તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે.