તહેવારોની સિઝનમાં ઘરે બનાવો બજાર જેવી નાનખટાઈ!

Jul 30, 2025, 04:47 PM

નાનખટાઈ

નાનખટાઈ એ એક પ્રસિદ્ધ ભારતીય મીઠાઈ છે જે બિલ્કીટ તરીકે ખાવામાં આવે છે. તેને સરળતાથી ઘરે પણ બનાવી શકાય છે.

નાનખટાઈ સામગ્રી

મેદો, બેસન, સોજી, ઘી, ખાંડ, બેકિંગ પાઉડર અને એલચી પાઉડર.

સ્ટેપ-1

ઘી અને ખાંડને ફેંટી લો જ્યાં સુધી તે હલ્કુ અને ફ્લફી ના થઈ જાય. આ નાનખટાઈની સોફ્ટનેસ માટે ખુબ જ જરૂરી છે.

સ્ટેપ-2

મેદો, બેસન અને સોજીને ચેળી લો. આથી નાનખટાઈમાં ગાંઠો નહીં પડે.

સ્ટેપ-3

સુકી સામગ્રીમાં એલચી પાઉડર અને બેકિંગ પાઉડર મિક્સ કરો. આ સ્વાદ અને બનાવટને સારૂં બનાવશે.

સ્ટેપ-4

સુકી સામગ્રીને ઘી-ખાંડ વાળા મિશ્રણમાં ભેળવી દો અને લોટ બાંધી લો.

સ્ટેપ-5

લોટના નાના દડા બનાવી લો અને થોડું દબાવીને ચપટું કરો, તેના પછી બેકિંગ ટ્રેમાં રાખો અને બેક કરો.

નાનખટાઈની મજા માણો

બેક થયા બાદ નાનખટાઈને ઠંડી થવા દો અને પછી ચા-નાસ્તા સાથે પીરશો.