Mar 27, 2025
લવિંગ એ એક મસાલો છે જેનો ઉપયોગ ભારતીય ખોરાકમાં ખૂબ થાય છે.
આયુર્વેદિક ચિકિત્સામાં પણ લવિંગનો ઉપયોગ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો છે.
લવિંગ ઔષધીય ગુણોનો ખજાનો છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો હોય છે.
લવિંગનો ઉપયોગ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈ વ્યક્તિ રાત્રે સૂતા પહેલા બે લવિંગ ખાય, તો તેને આરોગ્ય સંબંધિત અનેક ફાયદા જોવા મળે છે.
લવિંગ ખાવાથી પાચનક્રિયા મજબૂત રહે છે. રાત્રે બે લવિંગ ખાય અને થોડું ગરમ પાણી પીવાથી પેટની બળતરા, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.
લવિંગ ખાવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે. તેમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરના ઇમ્યુનો સિસ્ટમને મજબૂત બનાવે છે.
લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે દાંતના દુખાવા અને પેઢાના સંક્રમણને દૂર કરે છે અને મોઢાની તાજગી જાળવી રાખે છે.
લવિંગમાં મેલાટોનિન નામક તત્વ હોય છે, જે સારી ઊંઘ માટે જરૂરી છે. રાત્રે લવિંગ ખાવાથી ઊંઘમાં સુધારો થઈ શકે છે.
આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લો. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ આ માહિતીનો દાવો કરતું નથી.