ઘર, બાથરૂમ અને રસોડામાંથી વંદા ભગાડવાની ટ્રીક

Jan 13, 2026, 09:21 PM

કોકરોચ

રસોડામાં ખાવા-પીવાની વસ્તુઓ અથવા કચરા પાસે કોકરોચ આવી જતા હોય છે.

રસોડામાં ગંદકી

વંદાનો કહેર એવો હોય છે કે રસોડમાં ખાવા-પીવાની વસ્તુઓને સાચવવી પડે છે. ઘરમાં બાળકો હોય તો વધારે ચિંતા રહે છે.

કેવી રીતે મેળવશો છૂટકારો

જો તમારા ઘરમાં પણ વંદાનો ઉપદ્રવ હોય તો તેને ભગાડવાના કેટલાક ઘરેલું નુસખાઓ વિશે અમે તમને જણાવીશું.

તમાલ પત્ર

રસોડામાં ઉપીયોગ થતા તમાલ પત્ર વંદાનો સફાયો કરી શકે છે. રસોડાના ખુણાઓમાં તમાલ પત્રને રાખી દો.

ડુંગળી

ડુંગળીની મહેકથી વંદા ભાગી જાય છે. તમે ડુંગળીને ટૂકડાઓમાં કાપી લો અને રસોડાના ખાનામાં મૂકી દો.

બોરિક પાઉડર

કોઈ પણ ફોર્ચ્યુનરની દુકાન પર તમને બોરિક પાઉડર મળી જશે. તેને લોટમાં મિક્સ કરી દો. તેને વંદા ખાશે તો મરી જશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં સાકર મિક્સ કરો. તેની ગોળીઓ બનાવીને ખૂણામાં મૂકી દો. તેનાથી કોકરોચનો સફાયો થઈ જશે.

કેરોસિન

કેરોસિન સ્ટવને સળગાવવા માટે કામમાં આવે છે પરંતુ તે કોકરોચને પણ ભગાવી શકે છે. ઘરના ખૂણાઓમાં કેરોસિન લગાવી દો.

લવિંગ

લવિંગની તેજ ગંધથી પણ કોકરોચ ભાગી જશે. લવિંગને રસોડાના ખુણામાં મૂકી દો. તમે લવિંગના તેલનો પણ ઉપીયોગ કરી શકો છો.

ધ્યાન રાખો

આ વસ્તુઓને એવી રીતે લગાવો, જ્યાં બાળકો ના પહોંચે. કેટલીક વસ્તુઓ નુક્સાનકારક છે. જેને બાળકો ખાઈ શકે છે.