Nov 07, 2025
દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં ઓવે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો હોય છે. આજ કારણ છે કે તેને પૂરક આહાર પણ કહેવમાં આવે છે.
દૂધન ઘણા ફાયદાઓના કારણે જ લોકો દરરોજ તેનું સેવન કરે છે. જોકે બજારમાં દૂધ શુદ્ધ મળશે કે અશુદ્ધ હશે તેને લઈ લોકોમાં ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે.
તમે દૂધની શુદ્ધતાની ઓળખ ઘરે જ કરી શકો છો. સાથે જ એ વસ્તુની પણ જાણકારી મેળવી શકો છો કે તે નકલી છે કે અસલી.
દૂધની શુદ્ધતાને તપાસવા માટે ઘણી રીતો છે. તમે તેના રંગથી અસલી કે નકલી દૂધની ઓળખ કરી શકો છો.
શુદ્ધ દૂધ ચમકદાર સફેદ હોય છે, જ્યારે નકલી દૂધ હલ્કુ અથવા ભૂરા રંગનું દેખાય છે.
અસલી દૂધ ધીરે-ધીરે ખરાબ થાય છે પરંતુ નકલી દૂધ ખુબ જ જલ્દી ફાટી જાય છે. પછી ભલે તેને ઉકાળીને જ કેમ ના રાખ્યું હોય.
દૂધની શુદ્ધતાને તપાસવા માટે તમે ઘરે માવો બનાવી શકો છો. એક લીટર દૂધથી 200 થી 320 ગ્રામ સુધી માવો બનવો જોઈએ. જો તેનાથી ઓછો નીકળે છે તો દૂધમાં મિલાવટ છે.
દૂધ ઉકાળવા પર મોટી મલાઈ બને છે પરંતુ જો મલાઈ ઓછી હોય અથવા ના બને તો સમજી લો દૂધમાં પાણીની ભેળસેળ થઈ છે.
શુદ્ધ દૂધ ચમકદાર સફેદ હોય છે, જ્યારે નકલી દૂધ હલ્કુ અથવા ભૂરા રંગનું દેખાય છે.