કાર્બાઈડથી પકવેલી કેરી આ રીતે ઓળખો, ઝેર ખાતાં બચી જશો!

Apr 18, 2025, 07:32 PM

કેરીમાં કેમિકલ

કેરીને જલ્દીથી પકવવાના ચક્કરમાં કેમિકલનો ઉપીયોગ કરવામાં આવે છે.

કેરીમાં કાર્બાઈડ

લોકો કાચી કેરીને જ તોડી નાંખે છે અને કેલ્શિયમ કાર્બાઈડથી પકવીને વેચે છે.

કાર્બાઇડ પર પ્રતિબંધ

કાર્બાઇડના ઉપીયોગ પર પ્રતિબંધ છે અને આથી સ્વાસ્થ્યને ઘાતક નુક્સાન થાય છે.

ખરીદતા પહેલા ચેક કરો

આથી કેરી ખરીદતા સમયે અને ઘરે લાવીને જરૂરથી ચેક કરી લેવું કે કેરી કેવી રીતે પકવવામાં આવી છે.

કેરી પર ડાઘ

કાર્બઇડથી પકવેલી કેરીની ઓળખ છે કે તેમાં ટપકા એટલે કે ડાઘ દેખાય છે.

કેમિકલવાળી કેરી

કેરી ખરીદ્યા બાદ તેને પાણીમાં નાંખી દો, જો તે ઉપરની તરફ તરવા લાગે તો સમજી જવું કે તે કેમિકલથી પકવેલી છે.

કાચી કેરી

કાર્બાઇડથી પકવેલી કેરી ઉપરથી પીળી અને અંદરથી થોડી કાચી નીકળે છે.

કેરી પર કરચલીઓ

કેરીની ઉપર કરચલીઓ હોય અને ક્યાંક પાકેલી અને ક્યાંક કાચી હોય તો સમજી લેવું કે તે કાર્બાઇડથી પકવેલી છે.

પાકી કેરીની ઓળખ

કેરીના ડાળખાની આસપાસનો વિસ્તાર ઘેરા રંગનો અને ડાઘ નજર આવે તો સમજી લેવું કે કેરી ડાળ પર પાકેલી છે.