બટાકાની કાતરી ખાસ કરીને ઉપવાસમાં ખાવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ પહેલાં ઘણાં બધા લોકો બટાકાની કાતરી બનાવતા હોય છે. પરંતુ ઘણા લોકોની બટાકાની કાતરી લાલ થઈ જાય છે અને સફેદ થતી નથી.
જો તમે આ રીતે તમે બટાકાની કાતરી બનાવશો તો સફેદ બનશે અને ખાવાની પણ મજા આવશે.
બટાકાની કાતરી બનાવતી વખતે સૌથી પહેલાં મોટા બટાકા લો. નાના બટાકા લેવાનું ટાળો. ત્યારબાદ બટાકાને છોલીને ધોઈ દો. આ બટાકાને પાણીમાં નાખો.
આ પ્રોસેસ થઈ જાય પછી છીણીમાં કાતરી પાડી દો. કાતરી પાડ્યા પછી તરત પાણીમાં નાખો. આમ કરવાથી કાળી નહીં પડે.
ઘણાં બધા લોકો કાતરી ભેગી કરીને પછી પાણીમાં નાખતા હોય છે. પરંતુ તમે આવું કરશો નહીં.
હવે એક મોટા વાસણમાં પાણીને ગરમ કરવા માટે મૂકો. પાણી ગરમ થઈ જાય એટલે કાતરી નાખો.
પાણી ઉકળવા લાગે એટલે એક નાનો ટુકડો ફટકડીનો નાખો. આમ કરવાથી કાતરી સફેદ થશે. ફટકડીથી કાતરી મસ્ત સફેદ થાય છે. આ કાતરી ખાવાની પણ મજા આવે છે.
ફટકડી પાણી અને બટાકામાં રહેલી ગંદકીને દૂર કરે છે.
આમ, તમે આ સિક્રેટ ઇન્ગ્રીડિએન્ટ્સ ફટકડીની મદદથી કાતરીને બજાર જેવી સફેદ બનાવી શકો છો.
આ સાથે ખાસ ધ્યાન રાખો કે કાતરી તમારે વધારે તડકામાં સૂકવવાની નથી. બને ત્યાં સુધી થોડો છાંયડો રહેતો ત્યાં સૂકવો. આ કાતરી તળ્યા પછી પણ સફેદ જ રહેશે.