Aug 12, 2025
જન્માષ્ટમી હિન્દુઓઓનો પ્રમુખ તહેવાર છે જે ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે.
માવા પંજરી એક પારંપરિક મીઠાઈ છે જે જન્માષ્ટમીના દિવસે વિશેષ રૂપે બનાવવામાં આવે છે અને તે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
માવો, નારિયેળ, ખાંડ, ઘી, મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાઉડર.
માવાને ધીમા તાપે શેકો અને સોનેરી થવા દો. થોડા સમય પછી પીસેલી ખાંડ સારી રીતે મિક્સ કરો.
તેના પછી તમામ ડ્રાયફ્રૂટ્સને પણ ઘી માં થોડી વાર શેકી લો અને ઠંડુ થવા પર ઝીંણું પીસી લો.
હવે માવો અને ખાંડના મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સના પાઉડરને ભેળવો અને થોડી વાર માટે ધીમી આંચ પર શેકો.
હવે એક વાસણમાં ઘી લગાવીને પંજીરીના મિશ્રણને ફેલાવો અને થોડું ઠંડુ થયા બાદ તેને પોતાની પસંદગીના શેફમાં કાપી લો.
તૈયાર પંજીરીથી ભગવાન કૃષ્ણને ભોગ લગાવો અને પછી પરિવાર સાથે તેનો આનંદ માણો.