હેલ્ધી અને ટેસ્ટી દાળ પીઠી ઘરે બનાવો આ રહી સરળ રેસીપી

May 27, 2025, 06:54 PM

દાળ પીઠી

દાળ પિઠી નામ સાંભળીને તમને લાગતુ હશે કે દાળથી બનતી ટિક્કી. તો તમે બિલ્કુલ ખોટુ સમજી રહ્યા છો.

યુપી-બિહારમાં પ્રખ્યાત

યુપી-બિહારમાં દાળ ટિક્કી ખુબ જ મોજથી ખાવામાં આવે છે. તેને દાળ પીઠી પણ કહેવામાં આવે છે. પીળી મસુરની અથવા ચણાની દાળમાં લોટની ટિક્કી બનાવી નાંખી અને રાંધવામાં આવે છે.

ટેસ્ટી અને હેલ્થી

દાળ ટિક્કી એટલે કે દાળ પીઠી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે ટેસ્ટી પણ લાગે છે. તેમાં તમે દાળ અને રોટલી એક સાથે ખાઈ શકો છો.

સરળ રેસીપી

જો તમે ક્યારેય દાળની ટિક્કી નથી બનાવી તો એકવાર જરૂરથી ટ્રાય કરો. અમે તેની સિમ્પલ રેસીપી જણાવીશું.

પીળી મસુરની દાળ

સૌથી પહેલા પીળી મસુરની દાળ લો. તેને ધોઈ કૂકરમાં મીઠું, પાણી નાંખીને ચઢાવી દો.

લોટ બાંધો

લોટને થોડો કડક ગુંથી લો. લોટમાં થોડુ મીઠું-અજમો મિક્સ કરો. પછી ફ્રિજમાં રાખી દો.

વઘાર કરો

જ્યારે દાળ રંધાઈ જાય તો તેમાં વઘાર કરો. વઘાર માટે ડુંગળી, ટામેટા, લીલો મસાલો, લીલા મરચાને ઘી માં શેકી લો. પછી તેને દાળમાં નાંખી દો.

ટિક્કી બનાવો

ફ્રિજમાં રાખેલા લોટની નાની અને ગોળ ટિક્કી બનાવી લો. તમે કોઈ અન્ય શેપ પણ બનાવી શકો છો.

દાળમાં નાંખો

આ ટિક્કીને દાળમાં નાંખો. ટિક્કી વધારે પ્રમાણમાં બનાવવાની રહેશે. જેમાં તે ખાવા માટે પૂરતી રહે.

દાળને રાંધી લો

ટિક્કી નાંખ્યા બાદ કુલરમાં વધુ એક 1 સિટી લગાવ્યા બાદ દાળને રાંધી લો. હવે તમારી દાળ ટિક્કી બનીને તૈયાર થઈ જશે.