નેચરલ લિપ બામ બનાવો ઘરે, શિયાળામાં હોઠની કરો માવજત

Dec 20, 2024, 07:29 PM

હોઠ

શિયાળામાં ત્વચાને ખાસ દેખરેખની જરૂર હોય છે. સાથે જ હોઠનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે.

મોંઘા પ્રોડક્ટ

જેના માટે આપણે બજારમાંથી મોંઘા પ્રોડક્ટ ખરીદીએ છીએ. જેથી હોઠ ડ્રાય થવાથી બચે. પરંતુ કેટલાક એવા ઉપાયો છે જેનાથી આપણે ઘરમાં જ લિપબામ બનાવી શકીએ છીએ.

મધ

મધ અને ગુલાબજળને હોઠ પર લગાવી શકીએ છીએ. આથી હોઠને ભીનાશ મળે છે.

નારિયેળ

નારિયેળ તેલથી વાળને સારૂ એવું પોષણ મળે છે સાથે જ તે ત્વચા અને હોઠ માટે પણ ફાયદાકારક હોય છે.

અવોકાડો

અવોકાડો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ તેનો ઉપયોગ તમે તમારા હોઠ માટે પણ કરી શકો છો. અવોકાડોને મૈશ કરીને તેમા શિયા બટર ભેળવી દો. આથી લિપબામ તૈયાર થઈ જશે.

લીંબુ અને મધ

લીંબુ અને મધના મિક્સચરને પણ લિપબામ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેને બનાવવા માટે ડબ્બામાં મધ અને લીંબુના રસને મિક્સ કરીને રાખી દો.

કોકો બટર

કોકો બટર પણ લિપ બામનું કામ કરે છે. કોકો બટરમાં વેનિલા એક્સ્ટ્રેક્ટ ગરમ કરીને ભેળવી દો. લિપ બામ તૈયાર થઈ જશે.

બીટ

બીટમાં ગ્લિસરીન મિક્સ કરીને ઘરે જ લિપ બામ તૈયાર કરી શકાય છે. તેને બનાવવા માટે બીટનો રસ કાઢી લો પછી તેમા ગ્લિસરિનને મિક્સ કરી દો.