સ્વાદિષ્ટ મેથી બટાકાંનું શાક બનાવવાની રેસીપી

Dec 18, 2025, 06:31 PM

મેથી બટાકા નું શાક

બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે.

મેથી બટાકા રેસીપી

મેથી બટાકાની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને મેથી બટાકાનું સૂકું શાક બનાવવામાં આવે છે.

મેથી બટાકાંનું શાક સામગ્રી

3 નાનાં બટાકા, 1/2 કપ તાજી લીલી મેથી (સાફ કરેલી અને સમારેલી), 1/2 ચમચી જીરું, 1/2 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણાજીરું, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું.

મેથી બટાકાં રેસીપી

સૌ પ્રથમ સમારેલી મેથીને પાણીથી ધોઈ લો અને પછી તેને ચારણીમાં નાખીને વધારાનું પાણી નિતારી લો અને બાજુમાં મૂકી દો.

હવે એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેમાં જીરું નાંખો. જ્યારે તે આછું સોનેરી થવા લાગે ત્યારે તેમાં બટાકાનાં ટૂકડાંઓ અને મીઠું નાંખો.

બરાબર મિક્સ કરો

હવે તેને બરાબર મિક્સ કરો અને એક મિનિટ માટે સાંતળો. તેમાં થોડું પાણી નાંખો. તેને ઢાંકીને બટાકા નરમ થાય ત્યાં સુધી લગભગ 7-8 મિનિટ માટે રાંધો. તેને ચોંટવાથી રોકવા માટે વચ્ચે હલાવો.

બટાકાંને રાંધો

જ્યારે બટાકા ચડી જાય ત્યારે ઢાંકણ ખોલી નાંખો. હવે તેમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું નાંખો અને બરાબર મિક્સ કરો.

આલુ મેથી સબ્જી

હવે તેમાં સમારેલી લીલી મેથી અને મીઠું (મેથી પૂરતું) નાંખો. બરાબર મિક્સ કરો. મેથી ચડી જાય અને વધારાનું પાણી બળી જાય ત્યાં સુધી પકાવો. હવે તેને લગભગ 5 મિનિટનો સમય લાગશે.

મેથી બટાકાનું શાક

હવે ગેસ બંધ કરો અને એક બાઉલમાં શાકને કાઢી લો. હવે તમારૂં મેથી બટાકાની સ્વાદિષ્ટ ડીશ તૈયાર છે. તેને ગરમ ગરમ પીરસો.