એક્ટ્રેસ મુનમુન દત્તાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનો રોલ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.
મુનમુન પોતાના અભિનય સિવાય જોરદાર ફેશન સેંસ અને સુંદર સ્કિન માટે ઓળખાય છે. તેના બેદાગ ચહેરાના લોકો વખાણ કરે છે.
મુનમુન ઘણા ઈન્ટરવ્યૂમાં પોતાના સ્કિન કેર વિશે વાત કરી ચુકી છે. ચાલો તમને બબીતાજીના ડેલી સ્કિન કેર રૂટીન વિશે જણાવીએ.
મુનમુન દત્તા સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા પોતાનો ચહેરો ક્લીન કરે છે. આ માટે તે સારૂં ક્લીંઝર યુઝ કરે છે.
ક્લીનિંગ બાદ એક્ટ્રેસ ચહેરા પર સીરમ લગાવે છે. સીરમમાં સ્કિન પોર્સ ખુલ્લા રહે છે અને ત્વચા પર નમી બનેલી રહે છે.
મુનમુન સીરમ બાદ મોઈશ્ચુરાઈઝર લગાવે છે. એક્ટ્રેસ પોતાના સ્કિન ટોનના હિસાબે જ ક્રિમ લગાવે છે.
એક્ટ્રેસ મોઈશ્ચુરાઈઝર બાદ સનસ્ક્રિન લગાવે છે. સનસ્ક્રિન લગાવવાથી તેની સ્કિન ટૈન થતી નથી અને તડકાથી બચી રહે છે.
મુનમુન દત્તા ચહેરા પર ગ્લો જાળવી રાખવા માટે ઘરે બનાવેલો લેપ લગાવે છે. જે બેસન, દહીં, મધ મિક્સ કરીને તે આ લેપ બનાવે છે.
મુનમુન દત્તા ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. આવામાં તે ડેઈલી વર્ક આઉટ કરે છે. આ સિવાય હંમેશા હેલ્થી ફૂડ ખાય છે. તેને ઝંક ફૂડ પસંદ નથી.
સ્કિન પર ગ્લો જાળવી રાખવા માટે એક્ટ્રેસ વધુ પ્રમાણમાં પાણી પીવે છે. પાણીથી શરીરની સાથે સ્કિન પણ હાઈડ્રેટ રહે છે.