ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી આ 4 વસ્તુ

Nov 19, 2024, 09:47 PM

લોકો બચેલા ભોજનને ખાતા હોય છે અને તેમાં કંઈ ખોટુ પણ નથી પરંતુ કેટલીક વસ્તુઓને ફરીથી ગરમ કરીને ખાવું ઝેર સમાન સાબિત થઈ શકે છે. આ 4 ફુડને જ્યારે તમે ગરમ કરીને ખાવ છો તો તેની સંરચના બદલાઈ જાય છે જેનાથી હાનિકારક તત્વો ઉત્પન્ન થાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

બટાકા

બટાકાને લાંબા સમય સુધી બહાર રાખવાની તેમાં બેક્ટેરિયા અને ઝેરી સંયોજનો વધવા લાગે છે. પછી જ્યારે આપણે તેને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે આ સંયોજનો સક્રિય થવા લાગે છે.

પેટમાં દુખાવો

બટાકાને ફરીથી ગરમ કરીને ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

ઇંડા

જો તમે ઈંડાને ફરીથી ગરમ કરીને ખાઓ છો તો તેમાં રહેલા પ્રોટીનનું બંધારણ બદલાઈ જાય છે જેના કારણે આપણને પાચનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી

પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં નાઈટ્રેટની વધુ માત્રા જોવા મળે છે. જો તમે તેને ફરીથી ગરમ કરો છો તો નાઈટ્રેટ નાઈટ્રાઈટ અને પછી નાઈટ્રોસામાઈનમાં રૂપાંતરિત થઈ શકે છે.

ગંભીર બીમારીનું કારણ

ફરીથી ગરમ કરેલા પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.

ચોખા

રાંધેલા ચોખાને યોગ્ય રીતે ઠંડુ કરીને સંગ્રહિત કરવામાં ન આવે તો તેમાં બેસિલસ સેરેયસ નામના બેક્ટેરિયા વધી શકે છે. જેનાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે.