Jun 20, 2025
જો તમે ઢાબા સ્ટાઇલમાં દમ આલુ ઘરે બનાવવા માંગો છો તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે. એકવાર તમે આ રીતથી દમ આલુ બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. ઢાબા સ્ટાઇલ દમ આલુ બનાવવાની રેસીપી.
બાફેલા બટાકા, કાજુ, તજ, લવિંગ, જીરું, એલચી, તમાલપત્ર, ડુંગળી, કોથમીર, દહીં, લીલા મરચા, ટામેટા, લસણ અને આદુની પેસ્ટ.
દમ આલુ બનાવવા માટે સૌ પ્રથમ બટાકા બાફી લો. બટાકા બાફતી વખતે તેમાં કાણાં પાડી દો. ત્યારબાદ આ બટાકા પર હળદર, મીઠું, લાલ મરચું અને દહીં મિક્સ કરીને મૂકી દો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે કાજુ, તજ, લવિંગ, જીરું, તમાલપત્ર, ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ મિક્સ કરો. આ બધુ ગરમ થાય એટલે ગેસ બંધ કરો. હવે મિક્સરમાં પેસ્ટ બનાવો.
હવે તેજ કઢાઇમાં ફરીથી તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે જીરું અને હિંગ નાખો. ત્યારબાદ પેસ્ટ નાખીને સાંતળી લો. હવે આ પેસ્ટમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું નાખીને મિક્સ કરો.
આ બધી પ્રોસેસ થઇ જાય પછી બાફેલા બટાકા પેસ્ટમાં મિક્સ કરી દો. 7 થી 8 મિનિટ માટે થવા દો. પછી ઉપરથી કસૂરી મેથી નાખીને મિક્સ કરી દો. જ્યારે રંગ બદલાઇ જાય અને સુગંધ આવવા લાગે ત્યારે થોડું પાણી મિક્સ કરો.
છેલ્લે કોથમીર મિક્સ કરો. તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી દમ આલુ.
આમ તમે આ રીતથી દમ આલુ બનાવશો તો સ્વાદિષ્ટ બનશે અને ઘરનાં લોકો મોજથી ખાશે.
જો તમે વધુ ટેસ્ટી દમ આલુ બનાવવા માંગો છો તો બજારમાં દમ આલુ સબ્જીનો મસાલો મળે છે. આ મસાલો નાંખવાથી દમ આલુ વધારે સ્વાદિષ્ટ બનશે.