શિયાળાનું સુપરફુડ 'અમર ફળ', અનેક બીમારીઓની છે દવા

Dec 02, 2025, 03:12 PM

સિઝનલ ફ્રુટ

ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ બજારમાં સિઝનલ ફ્રુટ પણ દેખાવા લાગ્યા છે. શિયાળામાં ખવાતા ફળોમાં અમર ફળનો પણ સમાવેશ થાય છે.

ચાઈનીધ એપલ

આ ફળને ઘણી જગ્યાએ જાપાની ફળ કે પછી ચાઈનીઝ એપલ પણ કહેવામાં આવે છે. તમે પણ આ ફળ વિશે સાંભળ્યું હશે અને બજારમાં તેને જોયું પણ હશે.

સ્વાદિષ્ટ અમર ફળ

અમર ફળ દેખાવમાં સંતરા જેવું લાગે છે અને તે અંદરથી સોફ્ટ હોય છે અને તેનો સ્વાદ ખટમીઠો હોય છે.

શિયાળાનું સુપરફુડ

અમર ફળ શિયાળાનું સુપર ફૂડ છે. તેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા મળે છે. આજે તમને અમર ફળ ખાવાથી શરીરને થતા લાભ વિશે જણાવીએ.

આંખ માટે ફાયદાકારક

અમર ફળમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે આંખની ડ્રાયનેસ અને ઉંમર સંબંધિત જે સમસ્યાઓ થતી હોય તેનાથી પણ બચાવે છે.

ઈમ્યુનિટી બુસ્ટ

શિયાળામાં વારંવાર શરદી, ઉધરસ અને વાઈરલ ઇન્ફેક્શન થતા હોય છે તેવામાં જો અમર ફળ ખાવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને આવી બીમારીઓથી બચી શકાય છે.

પાચનતંત્ર સ્વસ્થ રહેશે

અમર ફળ ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે તે પેટને સાફ રાખે છે, કબજીયાતથી રાહત આપે છે. અમર ફળ ફાઇબરથી ભરપૂર હોય છે તેથી તેને ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

હાર્ટ માટે હેલ્ધી

અમર ફળમાં એવા તત્વ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. હૃદયના રોગનું જોખમ પણ અમર ફળ ઘટાડે છે કારણ કે તે બ્લડ ફ્લો સુધરે છે.

સુંદર ત્વચા

અમર ફળ એન્ટી એજીંગ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિનની સાથે એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. અમર ફળ ખાવાથી સ્કીન પર દેખાતા એજિંગના લક્ષણો ઓછા થાય છે અને સ્કીન પર નેચરલ ગ્લો આવે છે.