Mar 25, 2025
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત કામ કરતા રહે છે અને સાથે જ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.
74 વર્ષની ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરે છે પરંતુ પીએમ મોદી પોતે દેશ સેવા અને પોતાને ફિટ રાખવા માટે મહેનત કરે છે.
પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ 9 દિવસના ઉપવાસ પણ કરે છે અને દરરોજ 1 જ ફળ ખાય છે. જેમ કે પપૈયું તેઓ 9 દિવસ સુધી સતત ખાશે.
મોટા ભાગે લોકો પીએમ મોદીને તેમની દૈનિક દિનચર્યા વિશે પૂછે છે અને જાણવા માંગે છે કે આખરે તેઓ આટલા ફિટ કેવી રીતે રહે છે.
પીએમ મોદી એ પોતાના જીવનમાં કેટલાક નિયમો બનાવી રાખ્યા છે, જેને તેઓ દરરોજ ફોલો કરે છે. આ નિયમોના કારણે તેઓ સ્વસ્થ રહે છે.
પીએમ મોદી સવારની શરૂઆત યોગ સાથે કરે છે. તેમનું માનવું છે કે યોગા કરવાથી શરીરનો થાક ઉતરી જાય છે અને ફ્રેશનેસ રહે છે.
યોગા સિવાય પીએમ મોદી મોર્નિંગ વોક કરે છે. તેઓ કોશિશ કરે છે કે 15-20 મિનિટ વોક થઈ શકે. આથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
નરેન્દ્ર મોદીએ પોતાના લેટેસ્ટ પોડકાસ્ટમાં જણાવ્યું કે તેઓ હંમેશા ગરમ પાણી પીવે છે. આથી બોડી ડિટોક્સ થાય છે. હવે તે નિયમમાં આવી ગયું છે.
પીએમ મોદી સવારના નાસ્તામાં ફળ, જ્યુસ, ઉપમા, ઇડલી જેવી વસ્તુઓ ખાય છે. લંચ હેવી કરે છે અને રાત્રી ભોજન તેઓ સાંજે 6 વાગ્યે કરી લે છે.
પીએમ મોદી કામના કારણે માત્ર 3-4 કલાક જ સૂવે છે. પરંતુ ઊંઘને દૂર કરવા માટે તેઓ અઠવાડિયામાં બે વખત નિદ્રા યોગા કરે છે.