30 મિનિટમાં કણીદાર ગાજરનો હલવો બનાવવાની રેસીપી

Dec 03, 2025, 02:52 PM

ગાજરનો હલવો

શિયાળામાં ગાજરનો હલવો ખાવાની મજા આવે છે. લાલ ગાજરનો હલવો એક એવી રેસીપી છે જે બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ખૂબ ભાવે છે.

30 મિનિટમાં હલવો તૈયાર

તમે પણ ગાજરનો હલવો ખાવાના શોખીન છો તો આ રેસીપી નોંધી લો. માત્ર 30 મિનિટમાં આ રીતે તમે ગાજરનો હલવો બનાવી શકો છો.

ગાજરનો હલવો રેસીપી

ગાજરનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ એક કિલો ગાજર લો અને સારી રીતે ધોઇ દો. ત્યારબાદ આ ગાજરને છીણી લો.

ઘરે માવો તૈયાર કરો

હલવો બનાવવા માટે લગભગ 200 ગ્રામ માવો લો. માવો નથી તો તમે દૂધમાંથી પણ ઘરે બનાવી શકો છો. એક લીટરમાંથી તમે ઘરે માવો તૈયાર કરી શકો છો.

ગાજરના હલવાની સુંગંધ

હવે છીણેલા ગાજરને એક કડાઇમાં લઇ લો. આ ગાજરને ધીમા ગેસે સતત હલાવતા રહો. 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો. આમ કરવાથી છીણેલા ગાજર મસ્ત નરમ થઇ જશે અને સુગંધ પણ આવશે.

ગાજરમાં માવો મિક્સ કરો

જ્યારે ગાજર સોફ્ટ થઇ જાય એટલે સ્વાદાનુસાર ખાંડ નાખો. ખાંડ ઓગળી જાય એટલે ગાજરમાં માવો મિક્સ કરો. આ સમયે સતત હલાવતા રહેવાનું છે. ગેસની આંચ પણ ઓછી રાખવાની છે.

હલવામાં મસ્ત ટેસ્ટ

હવે આ હલવામાં મિલ્ક પાઉડર એડ કરો. મિલ્ક પાઉડરથી હલવામાં મસ્ત ટેસ્ટ આવશે અને ખાવાની પણ મજા આવશે.

સુકા મેવા એડ કરો

ઉપરથી ઝીણી સમારેલી બદામ, કાજુ તેમજ દ્રાક્ષ નાખો. ત્યારબાદ આ ગાજરનાં હલવામાં તમે ઇલાયચી પાઉડર મિક્સ કરો. તમને બીજા ડ્રાય ફ્રૂટ્સ ભાવે છે તો તમે એ પણ એડ કરી શકો છો.

ગાજરના હલવાની મજા માણો

તો તૈયાર છે ગરમાગરમ ગાજરનો હલવો. આ હલવો તમે ઘરે આવનાર મહેમાનને પણ પીરસી શકો છો.