મેગી ખાવાના 5 સૌથી મોટા નુકસાન

Aug 06, 2025, 05:28 PM

મેગી

બાળકોથી લઈ મોટા સુધીની ફેવરિટ મેગીને લોકો નાસ્તા અથવા સ્નેક્સમાં ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેને સાદી તો કેટલાક શાકભાજી નાંખીને તેને ખાય છે.

ન્યૂટ્રીશન વેલ્યૂ

રિપોર્ટ અનુસાર, મેગીમાં કાર્બોહાઇડ્રેટ, શુગર, જેવા તત્વો હોય છે. આવામાં તેની ન્યૂટ્રિશન વેલ્યૂ ઝીરો થઈ જાય છે.

મેગી કેવી રીતે બને છે

મેગીને મીઠું, ખાંડ અને મેદાથી બનાવવામાં આવે છે. મેદો પેટમાં સરળતાથી પચતો નથી અને માટે તેને ખાધા બાદ પેટ ભરાઈ જાય છે.

શું છે નુકસાન

ચલો તમને જણાવીએ કે તમે દરરોજ મેગી ખાવ છો તો શરીરને કેવું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને બાળકોને મેગી આપવાથી બચો.

પેટની ચર્બી

મેગીમાં રહેલ વધુ માત્રામાં મીઠું પેટની ચર્બીને વધારે છે. આથી તમારૂં વજન પણ વધશે અને પેટ પણ બહાર નીકળશે.

ટાઈપ 2 ડાયાબિટીસ

મેગીમાં રહેલ શર્કરા (ખાંડ અથવા સાંકર) ટાઈપ 2 ડાયાબિટીસના ખતરાને વધારે છે. જો તમે દરરોજ મેગી ખાવ છો તો તે થઈ શકે છે.

બીપીની સમસ્યા

100 ગ્રામ મેગીમાં 1.3 સોડિયમની માત્રા હોય છે. જે હાર્ટ સ્ટ્રોક, હાઇ બીપી, ફેટી લિવર જેવી સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.

પાચનતંત્ર

દરરોજ મેગી ખાવાથી પેટમાં દુખાવો, કબજિયાત, પાચનતંત્ર ખરાબ થવુ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેમાં માત્ર મેદો, તેલ હોય છે જે જલદી પચતું નથી.

હાઈ કોલેસ્ટ્રોલ

મેગીમાં ટ્રાંસ ફેટ હોય છે, જે શરીરના સારા કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને ખરાબને વધારે છે. આથી સ્થૂળતા આવે છે.

જરૂરી માહિતી

આ ખબર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞની પાસે સલાહ લેવી.