Mar 04, 2025
ગરમીની ઋતુમાં તાપથી બચવા માટે શરીરને ઠંડક આપે તેવા જુદા જુદા પીણાં પીવાનું આપણને પસંદ હોય છે.
ખાસ કરીને લૂ થી બચવા માટે કાચી કેરી ખૂબ જ ફાયદાકારક હોય છે. કાચી કેરીનો શરબત માત્ર 10 મિનિટમાં બની જાય છે.
ખૂબ જ ટેસ્ટી અને ઉનાળામાં શરીરને રક્ષણ આપે તેવો ગોળ કેરીનો શરબત બનાવો.
ગોળ કેરીનો શરબત બનાવવા માટે તમારે કેરી (એક નંગ) ગોળ (જરૂર મુજબ), ફુદીનો (10થી 12 પાન), મીઠું, જીરું પાઉંડર, મરી પાઉંડર વગેરે સામગ્રી જોશે.
ગોળ કેરીનો શરબત બનાવવા માટે સૌપ્રથમ તમે એક મીડિયમ સાઇઝની કેરીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.
હવે મીઠાશ માટે જરૂર મુજબ ગોળ સુધારી લો. હવે મિક્સર જારમાં કેરીના ટુકડા, ગોળ, ફુદીનાના પાન, ચપટી જીરું પાઉંડર, ચપટી મરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
ત્યારબાદ બધી સામગ્રીને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે આ મિશ્રણને જાડી ગરણી વડે બાઉલમાં ગાડી લો.
હવે ગોળ કેરીના શરબતની મજા લેવા માટે તૈયાર થઈ જાવ, જે લૂ થી રક્ષણ આપે છે અને શરીરમાં ઠંડક વધારે છે.