Nov 11, 2025
શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો નીકળે છે, જેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે. આવામાં યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. વિટામીન ડી ની ઉણપથી તમારૂં શરીર બીમારીઓનું ઘર બની શકે છે.
ચલો અમે તમને જણાવીએ કે શિયાળામાં વિટામીન ડી ની ઉણપથી તમને કયાં પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને કયા સમયે સૂર્યપ્રકાશ લેવાથી તમારા શરીરને ફાયદો થશે.
વિટામીન ડી ની ઉણપથી ઠંડીની સિઝનમાં સૌથી વધુ તકલીફ હાડકામાં થાય છે. સાંધામાં દુખાવો અને શરીર ઝકડાઈ જવાથી ઉભા થવામાં અને બેસવામાં તકલિફ થાય છે. પરંતુ સૂર્યપ્રકાશની કિરણોથી તમે આ અછતને પૂર્ણ કરી શકો છો.
શિયાળામાં સૂર્યપ્રકાશ યોગ્ય માત્રામાં લેવાથી નબળી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ મજબૂત થાય છે.
સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોન પેદા થાય છે જેનાથી સારી રીતે ઊંઘ આવે છે.
શિયાળામાં ત્વચા સંબંધી બીમારીઓ ખુબ જ વધારે થાય છે. સૂર્યપ્રકાશ લેવાથી ફંગલ પ્રોબ્લમ, એગ્જિમા અને સ્કિન સોરાયસિસ થતા નથી.
સૂર્યપ્રકાશનો ભરપુર લાભ લેવા માટે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3-4 વખત સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન અથવા બપોર પછી 2 થી 4 ની વચ્ચે 15 થી 20 મિનિટ હૂંફાળો સૂર્યપ્રકાશ લો.