ટેસ્ટી અને ક્રિસ્પી પનીર પકોડાની પરફેક્ટ રેસીપી

Jun 25, 2025, 08:52 PM

પનીર પકોડા એક એવી વાનગી છે જે નાના બાળકોથી લઈને મોટા એમ દરેક લોકો ખાતા હોય છે. પનીર પકોડા તમે આ રીતથી બનાવશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે.

પનીર પકોડા બનાવવા માટે ખાસ કરીને બેસનનું ખીરું તૈયાર કરવામાં આવે છે. તમે આ રીતથી પનીર પકોડા બનાવશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.

પનીર પકોડા રેસીપી

પનીર પકોડા બનાવવા માટે સૌ પ્રથમ પનીરને મોટા-મોટા ટુકડામાં કટ કરી દો. ત્યારબાદ આ ટુકડામાંથી એક સ્લાઈસ લો અને એને લીલી ચટણીમાં ડીપ કરો. ત્યારબાદ બીજી પનીરની સ્લાઈસથી કવર કરી દો.

આ પ્રોસેસ થઈ જાય પછી ઉપર ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સામાન્ય મીઠું નાખો. ત્યારબાદ ખીરામાં ડીપ કરો અને ફ્રાય કરો.

લોટ મિક્સ કરો

બેસનનું બેટર બનાવવા માટે ચોખાનો લોટ મિક્સ કરો. આમ કરવાથી પકોડા ક્રિસ્પી બને છે. આ સાથે પકોડાનું બેટર ઘટ્ટ થાય છે.paneer tikka masala recipe easy, પનીર પકોડા બનાવવાની રીત

જ્યારે બેટર ઘટ્ટ થઈ જાય એટલે પનીર આમાં સારી રીતે કવર કરી દો.

પકોડા ક્રિસ્પીની સાથે સુપર ટેસ્ટી બનાવવા માટે તમે મિક્સરમાં બ્રેડ પીસી લો. ત્યારબાદ આ પાઉડરને પ્લેટમાં લઈ લો. હવે પકોડાને બેસનમાં ડીપ કરો અને પછી બ્રેડ પાઉડરમાં સારી રીતે ડીપ કરો. આ પકોડાને ફ્રાય કરો.

આમ કરવાથી પકોડા સુપર ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. બ્રેડની જગ્યાએ તમે કોર્ન ફ્લેક્સ પણ લઈ શકો છો.

તમે આ રીતથી પનીર પકોડા બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને લોકોને ખાવાની મજા આવી જશે.