Sep 01, 2025

ભારતના ટોપ-10 સ્ટ્રીટ ફૂડ, જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય

Rakesh Parmar

સ્ટ્રીટ ફૂડ

ભારતના દરેક રાજ્ય અને શહેરમાં અલગ-અલગ સ્વાદના વ્યંજન અને સ્ટ્રીટ ફૂડ પ્રખ્યાત છે. ચલો તમને ભારતના સૌથી પસંદ કરવામાં આવતા સ્ટ્રીટ ફૂડ વિશે જણાવીએ.

Source: social-media

પાણીપુરી

પાણીપુરી, ગોલગપ્પા, પકોડી. તેને તમે ઘણા નામોથી જાણો છો. ભારતમાં પાણીપુરી ખાનારા લોકોની સંખ્યા ખુબ જ મોટી છે. તેને ફેમસ સ્ટ્રીટ ફૂડ માનવામાં આવે છે.

Source: social-media

ચાટ-ટિક્કી

ટિક્કી અથવા ચાટ પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તેને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પસંદ કરવામાં આવે છે. વટાણા અને ટામેટાની ચાટને લોકો ખુબ જ પસંદ કરે છે.

Source: social-media

વડાપાવ

મહારાષ્ટ્રના વડાપાવ પણ ખુબ જ લોકપ્રિય છે. મુંબઈમાં રહેતા લોકો નાસ્તામાં મોટા ભાગે વડાપાવ ખાય છે.

Source: social-media

મોમોજ

મોમોજ નોર્થ ઈસ્ટ અને દિલ્હીમાં ખુબ જ પ્રખ્યાત છે. તેને ડમ્પલિંગ પણ કહેવામાં આવે છે. ચિકન, વેજ સ્ટફિંગથી બનેલા મોમોજ લાલ ચટણી સાથે ખાવામાં આવે છે.

Source: social-media

છોલે ભટૂરે

દિલ્હીના રસ્તાઓ પર તમને છોલે ભટૂરે જરૂરથી ખાવા મળશે. ત્યાં જ હવે છોલે ભટૂરે દેશના દરેક રાજ્યમાં ખાવા મળી જાય છે. સવારના નાસ્તામાં લોકો છોલે ભટૂરેની મજા માણે છે.

Source: social-media

છોલે કૂલચે

દિલ્હી સહિત દેશના દરેક રાજ્યમાં હવે છોલે કૂલચે જોવા મળે છે. દિલ્હીવાસીઓની આ ફેવરેટ ડીશ છે.

Source: social-media

સમોસા

સમોસા પણ સ્ટ્રીટ ફૂડની યાદીમાં આવે છે. બટાકાવાળા સમોસા લોકો ચટણી સાથે મોજથી ખાય છે.

Source: social-media

ભેળપુરી

મહારાષ્ટ્રના રસ્તાઓ પર તમે ચોખાવાળી ભેળપુરી પણ ખાધી હશે. ચટપટી ભેળપુરી લોકો ખાવાનું ખુબ જ પસંદ કરે છે.

Source: social-media

પાવ ભાજી

પાવ ભાજી પણ સ્ટ્રીટ ફૂડમાં લોકો મોજથી ખાય છે. પાવને માખણમાં શેકીને સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે.

Source: social-media

Source: social-media