શું તમે વધેલા ખોરાકમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આજે અમે તમને વધેલા ભાતમાંથી ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની ટીપ્સ આપીશું.
તમે પણ વધેલા ભાતમાંથી ટેસ્ટી અને મજેદાર ઉત્તપમનો બ્રેકફાસ્ટ બનાવી શકો છો. જાણો વધેલા ભાતમાંથી ઉત્તપમ બનાવવાની રીત.
લીલા મરચાં, કોથમીર, મીઠું અને પાણી જરૂયિતા મુજબ, 1 કપ રાંધેલા ભાત, અડધો કપ સોજી, અડધો કપ - દહીં, અડધો કપ કેપ્સિકમ, 1 ડુંગળી બારીક સમારેલી, 1 ટામેટું બારીક સમારેલું, તેલ અથવા ઘી - તળવા માટે.
વધેલા ભાતમાંથી ઉત્તપમ બનાવવા માટે પહેલા વધેલા ભાતને મિક્સર જારમાં નાખો તેમાં થોડું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવો.
પછી એક મોટા બાઉલમાં સોજી, દહીં અને ચોખાની પેસ્ટ ભેગી કરી સારી રીતે ફેંટી લો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો જેથી તેમાં આથો આવે.
હવે ડુંગળી, ટામેટાં, સિમલા મરચાં, લીલા મરચાંને ઝીણા સમારી આ મિશ્રણમાં નાખી લો. બેટર થોડું જાડું દેખાશે, તેથી જરૂર પડે તો થોડું પાણી ઉમેરી તેમાં મીઠું અને મનપસંદ મસાલા કરી બેટર હલાવી લો.
પછી નોનસ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડું તેલ નાખી ખીરું ચમચીથી ફેલાવો. નાના ગોળ આકારના ઉત્તપમ નોન સ્ટીક પેનમાં બંને બાજુ શેકી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવા.
આ ભાત ઉત્તપમને તમે નારિયેળની ચટણી, ટામેટાની ચટણી અથવા ગરમાગરમ સાંભાર સાથે ખાઈ શકો છો.