ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક તરબૂચ મિલ્કશેક, બે મિનિટમાં થઈ જશે તૈયાર

Apr 10, 2025, 06:41 PM

તરબૂચ મિલ્કશેક

ગરમીથી બચવા ઘણા લોકો લીંબુ પાણી અને સરબત પીતા હોય છે. પરંતુ જો તમે કંઈક સ્વાદિષ્ટ અને ફાયદાકારક પીણુ પીવા માંગો છો, તો તરબૂચ મિલ્કશેક શ્રેષ્ઠ વિકલ્પ છે.

તરબૂચ મિલ્કશેક માત્ર ઠંડક જ આપતું નથી, પરંતુ શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.

તરબૂચમાં 90% થી વધુ પાણી હોય છે. તેને દૂધ અને તકમરિયાના બીજ સાથે મિક્સ કરીને પીવાથી તે અત્યંત આરોગ્યદાયી બની જાય છે. આ પીણું પેટને ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે.

આ સાથે જ તરબૂચ મિલ્કશેક શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.

સામગ્રી

1 લીટર ઠંડુ દૂધ, 1 કપ ખાંડ, 1 વાટકી ભીંજવેલા તકમરિયાના બીજ, 2 કપ કાપેલા તરબૂચના ટુકડા અને બરફના ટુકડા.

પ્રથમ તરબૂચને નાના ટુકડાઓમાં કાપો. પછી તેને ઠંડા દૂધમાં નાખીને મિક્સરમાં સારી રીતે બ્લેન્ડ કરો. હવે સ્વાદ અનુસાર ખાંડ અને ભીંજવેલા તકમરિયાના બીજ ઉમેરો.

જ્યારે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેને ગ્લાસમાં નાખો અને ઉપરથી બરફ ઉમેરો. તમારો ઠંડો અને મીઠો તરબૂચ મિલ્કશેક તૈયાર છે.

ગરમીમાં રાહત મેળવવા માટે આ મિલ્કશેક બાળકો અને મોટાઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે.