YOGA FOR WEIGHT LOSS: વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ યોગા

Jan 16, 2025, 09:56 PM

શિયાળાની ઋતુમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, જેના કારણે વજન ખુબ જ જલ્દી વધી જાય છે.

WEIGHT LOSS કરવા માટે યોગ સૌથી બેસ્ટ હોય છે. યોગ કરવાથી મેટાર્બોલિઝમ ઝડપી થાય છે, જેનાથી સરળતાથી વજન ઘટાડી શકાય છે.

સૂર્ય નમસ્કાર

તમે તમારા ઘરે સૂર્ય નમસ્કાર કરી શકો છો. તેને કરવાથી મેટાબોલિઝમ ઝડપી થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ભુજંગાસન

ભુજંગાસન કરવાથી કરોડરજ્જૂ મજબૂત થાય છે. આ આસન કરવાથી શરીર લચીલુ બને છે અને પેટની ચર્બી ઓછી થાય છે.

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્રાસન, જેને કેમલ પોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. તે પણ વજન ઘટાડવામાં ખુબ જ મદદગાર છે. તેને કરવાથી પેટના અંગોમાં ખેંચાણ આવે છે, જેને બ્લડ સર્કુલેશન સારૂ થાય છે.

ત્રિકોણાસન

ત્રિકોણાસન કરવાથી શરીરના મસલ્સ મજબૂત થાય છે. તેને કરવાથી પાચન તંત્ર પણ સારૂ થાય છે.

વીર ભદ્રાસન

વીર ભદ્રસનને વોરિયર પોઝના નામથી પણ ઓળખવામાં આવે છે. આ આસનને કરવાથી કેલોરી બર્ન થાય છે, જેનાથી વજનમાં ઘટાડો થાય છે.

જો તમે યોગા પ્રથમવાર કરો છો તો કોઈ યોગા ટ્રેનરની દેખરેખ હેઠળ કરવું જોઈએ.