કેટલું હોવું જોઈએ RO ના પાણીનું TDS?

Jan 13, 2025, 07:13 PM

માત્ર સ્વચ્છ પાણી પીવાથી ઘણી બધી બીમારી થવાનો ખતરો મહદ અંશે ઓછો થઈ જાય છે.

પાણી તરસ મટાડવાની સાથે બોડીને ડિટોક્સ અને શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.

શુદ્ધ અને સ્વચ્છ પાણી આપણી બોડીને હેલ્દી રાખવા માટે ખુબ જ જરૂરી છે. આજના સમયમાં ઘણા લોકો ફિલ્ટરવાળું પાણી પીવે છે.

પરંતુ શું તમને ખબર છે કે RO ના પાણીનું TDS કેટલું હોવું જોઈએ? જો નહીં તો ચાલો જાણીએ:

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર એક લીટર પાણીમાં TDS 500 મિલીગ્રામથી પણ ઓછું હોવું જોઈએ.

ત્યાં જ WHO અનુસાર એક લીટર પાણીમાં TDS ની માત્રા 300 મિલીગ્રામથી પણ ઓછી હોવી જોઈએ.

પીવાના પાણી માટે યોગ્ય TDS નું સ્તર 150 થી 300 પાર્ટસ પ્રતિ મિલિયન (PPM) નું TDS સ્તર સારૂ માનવામાં આવે છે.

ત્યાં જ RO ના પાણીના ટીડીએસને 100 થી નીચે પણ ન રાખવું જોઈએ. ત્યાં જ દર 6 થી 8 મહિનામાં આરઓનું ટીડીએસ ચેક કરાવતા રહેવું જોઈએ.