Nov 18, 2025
ઉબાડિયું એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડની પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.
સામાન્ય રીતે તેને ચુલા પર બનાવવામાં આવે છે. તમે તમારા ઘરે પણ વલસાડના ટેસ્ટી ઉંબાડિયાનો સ્વાદ માણી શકો છો.
600 ગ્રામ સુરતી પાપડી, 400 ગ્રામ રતાળું, બે શક્કરિયાં, 6 થી 7 બટાકા, નાના રીંગણ, બે કપ સિંગદાણાનો ભૂકો, મીઠું સ્વાદ મુજબ, તેલ.
કોથમીરની પેસ્ટ, લીલા લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલી હળદરની પેસ્ટ, સિંગદાણાનો ભૂકો, ધાણાજીરુ, તલ, ગરમ મસાલો, અજમો, હિંગ, તેલ.
ઊંબાડિયું બનાવવા માટે સૌ પ્રથમ બધા શાકભાજીને મોટા કાપીને તૈયાર કરવા. લીલા ધાણા, લસણ, લીલી ડૂંગળી અને ફુદીનાને બરાબર ધોઈ લેવા. પણ ડાળીઓને રાખવી. તેનો ઉપયોગ ઉબાડિયું બનાવતી વખતે કરવો.
હવે એક મોટા વાસણમાં ઉંબાડિયાના લીલા મસાલાની બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવું. જેનાથી તે એકરસ થઈ જાય.
તૈયાર કરેલા શાકભાજી ઉમેરીને બધા શાકભાજી પર મસાલો બરાબર લાગી જાય એ રીતે હલાવી લેવું. બટાકાના ચીરા પાડીને તેમાં પણ મસાલો ભરી દેવો.
એક માટલામાં પા કપ પાણી ઉમેરી ધાણા, ફુદીના અને લીલા લસણની ડાળીઓ પાથરવી. હવે તેના પર તૈયાર કરેલા શાકભાજી પાથરી દેવા. એની ઉપર વધેલી ડાળીઓને ઉપર પાથરી દેવી. માટલાને ઉપરથી બંધ કરી દેવું.
બધા જ શાકભાજીને 40 થી 45 મિનિટ માટે થવા દો અને બફાવા દો. ઉબાડિયું તૈયાર થઈ જાય ત્યારે આ વધેલી ચટણીને તમે છેલ્લે માટલામાં શાકભાજીમાં નાંખો અને બે મિનિટ માટે પાકવા દો.
હવે તમારૂં ગરમા-ગરમ ઊંબાડિયું તૈયાર છે. જો તમે કૂકરમાં બનાવી રહ્યા છો તો તેને ગેસ પર પહેલા તવી રાખીને કૂકર મુકવું. અને સેમ રેસિપી ટ્રાય કરવી.