વનતારા પ્રોજેક્ટ રિલાયન્સ ગ્રુપના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સમાં શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં દુનિયાભરના જાનવરો અને વન્ય જીવોના સંરક્ષણનું કામ થઈ રહ્યું છે.
વનતારામાં દેશ-વિદેશના ઈજાગ્રસ્ત અને લુપ્ત થતા વન્ય જીવોની સારવાર કરવામાં આવે છે.
જ્યારે આ તમામ જીવોની સારવાર પૂર્ણ થઈ જાય છે ત્યારે તેમને પુનર્વાસ માટે છોડી દેવામાં આવે છે.
નોંધનિય છે કે, આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 200 થી વધુ ઘાયલ હાથીઓને બચાવવામાં આવ્યા છે અને તેમની સેવા કરવામાં આવી રહી છે.
તાજેતરમાં જ વૈશ્વિક ફુટબોલ આઈકોન લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાની મુલાકાત કરી હતી.
અહીંયા મેસ્સીએ પારંપરિક હિન્દુ અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો, વન્યજીવોનું અવલોકન કર્યું હતું અને દેખરેખ રાખતા લોકો અને સંરક્ષણ ટીમો સાથે વાતચીત પણ કરી હતી.
વનતારામાં મેસ્સીએ સમૃદ્ધ અને પ્રાકૃતિક માહોલમાં રહેતા જાનવરો સાથે સમય વિતાવ્યો હતો.
પરંતુ શું તમે જાણો છો કે વનતારા શબ્દનો ગુજરાતીમાં શું મતલબ થાય છે.
ખરેખરમાં વનતારા એ 'વન' અને 'તારા'ના મિશ્રણથી બન્યો છે. જેનો અર્થ થાય છે જંગલના તારા એટલે કે Star Of Forest.